જામનગર જિલ્લાના બાગાયતી ખેતી કરતા ખેડૂતો વિવિધ સહાયોનો લાભ મેળવવા અરજી કરી શકશે

હિન્દ ન્યુઝ, જામનગર 

     જામનગર જિલ્લાના બાગાયતી ખેતી કરતા તમામ ખેડુતો ચાલુ વર્ષ 2024-25 દરમિયાન બાગાયત વિભાગની વિવિધ ઘટકો માટેની સહાય યોજનાનો લાભ મેળવવા માટે ઓનલાઈન અરજી કરી શકે છે. તે માટે ઓનલાઈન વેબસાઈટ https://ikhedut.gujarat.gov.in/ (આઈ-ખેડૂત) પોર્ટલ પર આગામી તારીખ 11/05/2024 સુધી અરજી કરી શકાય છે.

લાભ મેળવવા ઈચ્છુક ખેડૂતોએ ઓનલાઈન અરજી કરીને જરૂરી સાધનિક કાગળોમાં અરજીની પ્રિન્ટ નકલ, 7- 12, 8- અ, જાતિનો દાખલો (અનુસુચિત જાતિ માટે), આધારકાર્ડ, રેશન કાર્ડ, બેન્કના બચત ખાતાની નકલ સામેલ રાખીને નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, જિલ્લા સેવા સદન-4, પ્રથમ માળ, રૂમ નં. 48, સુભાષ પુલ પાસે, જામનગર- આ સરનામાં પર રૂબરૂ પહોંચાડવાની રહેશે. આ અંગે વધુ વિગત મેળવવા માટે અત્રેની કચેરીના ફોન નંબર 0288-2571565 પર સંપર્ક સાધી શકાશે. તેમ નાયબ બાગાયત નિયામક, જામનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

 

 

 

Related posts

Leave a Comment