લોન સહાયથી મળેલ રીક્ષાથી રાહુલભાઈની જીવનની ગાડી ચાલવા લાગી

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ

     કેન્દ્ર સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે સમગ્ર દેશમાં પી.એમ.સૂરજ (સામાજિક ઉત્થાન તથા રોજગારલક્ષી લોકકલ્યાણ)ના વેબ પોર્ટલ લોન્ચિંગ, પ્રધાનમંત્રી નમસ્તે યોજના તેમજ અન્ય કલ્યાણકારી યોજનાઓનું ઈ-લોન્ચિંગ કાર્યક્રમ યોજાયો હતો.

જે અંતર્ગત શ્રી રામમંદિર ઓડિટોરિયમ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ મંજૂલાબેન મૂછારના અધ્યક્ષ સ્થાને વંચિત વર્ગો માટે લોન સહાય વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં રાહુલ કાનજીભાઈ સોલંકીએ લોન સહાય મળવા બદલ પોતાનો પ્રતિભાવ વર્ણવતા જણાવ્યું હતું કે, મારી પાસે રોજગારીનું કોઈ સાધન ન હતું અને આર્થિક પરિસ્થિતિ પણ નબળી હોવાના કારણે રૂ.૩૦૦ના ભાડે રીક્ષા ચલાવીને મારા પરિવારનું ગુજરાન ચલાવતો હતો. મને છાપામાંથી ગુજરાત સફાઇ કામદાર વિકાસ નિગમની જાહેરાતથી રીક્ષા સહાયની જાણકારી મળી હતી. ત્યારબાદ, મેં રીક્ષાની ખરીદી સહાય માટે ઓનલાઈન અરજી કરી હતી. જેમાં મને કોઈપણ અગવડતા વિના સફાઇ કામદાર નિગમમાંથી રૂ. ૩.૪૦ લાખની સહાય મળી હતી. જેના કારણે દર મહિને રુ.૧૫ હજારથી વધુની કમાણી કરીને આજે હું પગભર બન્યો છું. આ માટે તેમણે રાજ્ય અને કેન્દ્ર સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.

Related posts

Leave a Comment