ગીર સોમનાથ જિલ્લામાં વિવિધ નિગમો દ્વારા છેલ્લા ૫ વર્ષમાં લાભાર્થીઓને અપાયેલી લોન સહાયની વિગતો

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ

     ગીર સોમનાથ જિલ્લામાં વિવિધ નિગમો દ્વારા છેલ્લા ૫ વર્ષમાં લાભાર્થીઓને અપાયેલી લોન સહાયની વિગતો જોઈએ તો….અલ્પસંખ્યક નિગમ ગાંધીનગર હેઠળ ગીર સોમનાથ જિલ્લાના કુલ ૪ લાભાર્થીઓને કુલ રૂ.૪,૪૭,૪૯૫ની લોન સહાય ચૂકવવામાં આવી છે. ગુજરાત ગોપાલક વિકાસ નિગમ લિ., ગાંધીનગર હેઠળ ગીર સોમનાથ જિલ્લાના ૧ લાભાર્થીને રૂ. ૧,૨૧,૧૧૨ લોન સહાય ચૂકવવામા આવી છે. ગુજરાત ઠાકોર અને કોળી વિકાસ નિગમ, ગાંધીનગર હેઠળ જિલ્લાના કુલ ૩૨ લાભાર્થીઓને રૂ. ૪૫,૮૦,૫૦૦ની લોન સહાય ચૂકવવામા આવી છે.

તેવી જ રીતે, ગુજરાત પછાત વર્ગ વિકાસ નિગમ, ગાંધીનગર હેઠળ જિલ્લાના કુલ ૧૨૧ લાભાર્થીઓને કુલ રૂ. ૫,૯૬,૧૪,૮૮૮ની લોન સહાય ચૂકવવામાં આવી છે. ગુજરાત વિચરતી અને વિમુક્ત જાતિ વિકાસ નિગમ, ગાંધીનગર હેઠળ જિલ્લાના કુલ ૭ લાભાર્થીઓને રૂ.૧,૫૦,૦૦૦ની લોન સહાય ચૂકવવામાં આવી છે.

ગુજરાત સફાઇ વિકાસ નિગમ હેઠળ જિલ્લાના કુલ ૧૭ લાભાર્થીઓને રૂ.૧૮,૯૦,૦૯૧ની લોન સહાય ચૂકવવામાં આવી છે. ગુજરાત અનુસુચિત જાતિ વિકાસ નિગમ હેઠળ જિલ્લાના કુલ ૧૫ લાભાર્થીઓને રૂ. ૭૮,૪૧,૮૦૩ની સહાય ચૂકવવામાં આવી છે.

આમ, જિલ્લાના કુલ ૭ નિગમો હેઠળ કુલ ૧૯૭ લાભાર્થીઓને કુલ રૂ. ૭,૪૬,૪૫,૮૮૯/- ની લોન સહાય ચૂકવવામાં આવી છે.

Related posts

Leave a Comment