કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કક્ષાની સલાહકાર સમિતિની બેઠક યોજાઈ

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ

    જિલ્લા કલેક્ટર ડી.ડી.જાડેજાની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી, ઇણાજ ખાતે આજે જિલ્લા કક્ષાની સલાહકાર સમિતિની બેઠક (DLCC)નું આયોજન કરવામાં આવ્યું હતું.

આ મિટિંગમાં ગીર સોમનાથ જિલ્લાનાં નાણાંકિય વર્ષ ૨૦૨૪-૨૫ માટે જિલ્લા વાર્ષિક ધિરાણ યોજનાને કલેક્ટર જાડેજાએ લીડ બેંક મેનેજર ભરતકુમાર વાણિયા, લીડ જિલ્લા અધિકારી અને ભારતીય રિઝર્વ બેંકના આલોક સિંઘ, નાબાર્ડના જિલ્લા વિકાસ અધિકારી કિરણ રાઉતની ઉપસ્થિતિમાં લોન્ચ કરી હતી.

ગીર સોમનાથ જિલ્લાને લગતી બેંકોના આગામી વર્ષ એટલે કે ૨૦૨૪-૨૫ માટે લૉન્ચ કરાયેલી વાર્ષિક ધિરાણ યોજના મુજબ કુલ અગ્રતા ક્ષેત્રના એડવાન્સનો લક્ષ્યાંક રૂ. ૪૭૮૦.૯૮ કરોડ નક્કી કરવામાં આવ્યો છે.

જેમાં કુલ કૃષિ એડવાન્સનો લક્ષ્યાંક રૂ. ૩૪૨૫.૦૨ કરોડ, MSME લક્ષ્યાંક રૂ. ૭૮૪.૮૯ કરોડ, એજ્યુકેશન લોનનો લક્ષ્યાંક રૂ. ૩૭.૮૧ કરોડ, હાઉસિંગ લોનનો લક્ષ્યાંક રૂ. ૨૪૦.૦૧ કરોડ અને અન્ય પ્રાથમિકતા ક્ષેત્રનો લક્ષ્યાંક રૂ. ૨૯૩.૨૫ કરોડ નક્કી કરવામાં આવ્યો છે. કુલ એડવાન્સનો લક્ષ્યાંક વધારીને રૂ. ૬૭૨.૩૦ કરોડ એટલે કે પાછલા વર્ષના લક્ષ્યાંકની સરખામણીમાં ૧૬.૩૬% કરવામાં આવ્યો છે.

આ અવસરે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક દર્શનાબહેન ભગલાણી, લીડ બેંકના અધિકારીઓ-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

Related posts

Leave a Comment