તાલુકામાં 74 મા સ્વતંત્ર દિવસ ની ઉજવણી કાંકરેજ મામલતદાર કચેરીના પટાંગણમાં કરવામાં આવી

 

બનાસકાંઠા,

કાંકરેજ તાલુકામાં 15 ઑગસ્ટ સ્વતંત્ર દિવસ ની આન બાન શાનથી ઉજવણી કરવામાં આવી હતી ત્યારે કાંકરેજ મામલતદાર શ્રી એમ ટી રાજપૂત ને હસ્તે ધ્વજ વંદન કરવામાંઆવે આવ્યો હતો જેમાં કાંકરેજ તાલુકા પંચાયત પ્રમુખ શ્રી તેજાભાઇ દેસાઈ તેમજ અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા ત્યારે શિહોરી પોલીસ દ્વારા પીએસઆઇ એસ વી આહીર ની આગેવાની હેઠળ પોલીસ દ્વારા પરેડ કરીને ત્રિરંગા ને સલામી આપી હતી અને કોરોના પોઝિટિવ આવેલ દર્દીઓ સારવાર બાદ સાજા થઈ ને આવેલ હતા એવા લોકો નું સન્માન કરવામાં આવ્યું હતું ત્યારે તાલુકા હેલ્થ ઓફિસર રમીલાબેન ચોધરી સહિત આરોગ્ય વિભાગની ટીમે આયુર્વેદિક ઉકાળાનું વિતરણ વ્યવસ્થા કરી હતી અને ફોરેસ્ટ અધિકારી ઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.ધ્વજ વંદન કાર્યક્રમ બાદ કાંકરેજ મામલતદાર કચેરીના પટાંગણમાં વૃક્ષા રોપણ કરવામાં આવ્યું હતું શિહોરી પોલીસ સ્ટેશન માં એસ વી આહીર ના હસ્તે ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું અને તાલુકા પંચાયત કચેરી ખાતે તાલુકા પંચાયત પ્રમુખ શ્રી તેજાભાઇ દેસાઈ ના હસ્તે ધ્વજ વંદન કરવામાં આવ્યું હતુંકાર્યક્રમનું સંચાલન જામા ભાઈ દેસાઈ એ કર્યું હતું.

તો બીજી બાજુ વાત કરવામા આવે તો ખારીયા પગાર કેન્દ્ર પ્રાથમિક શાળામા કાંકરેજ ધારાસભ્યના હસ્થે ધ્વજ વંદન કરવામા આવ્યો હતો અને કોવિઙ 19 ના નીયમો મુજબ કાયઁક્રમ કરવામા આવ્યો હતો આ પ્રસંગે કાંકરેજ ધારાસભ્ય કિતિઁસિંહ વાઘેલા ખારીયા, ગામના સરપંચ અંદરસિંહ વાઘેલા, સગરામજી ઠાકોર,. તથા સિધ્ધાજસિંહ વાઘેલા અને આગેવાનો સહીત શિક્ષક ગણ ઉપસ્થિત રહ્યા હતાં.

Related posts

Leave a Comment