દિયોદર મામલતદાર કચેરી ખાતે ૭૪ માં સ્વતંત્રતા દિવસ ની ધામધૂમ પૂર્વક ઉજવણી

દિયોદર,

 

૭૪ માં સ્વતંત્રતા દિન નિમિત્તે દિયોદર મામલતદાર કચેરી ખાતે ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી જેમાં નાયબ કલેકટર એમ.એમ. દેસાઈ ના હસ્તે અને વિધાનસભા ના પૂર્વ અધ્યક્ષ ગુમાનસિંહ વાઘેલા, ધારાસભ્ય શિવાભાઈ ભુરિયા, પૂર્વ રાજ્ય મંત્રી કેસાજી ચૌહાણ અને તાલુકા પંચાયત પ્રમુખ પ્રવિણસિંહ વાઘેલા ની હાજરી માં ધ્વજ ને સલામી આપવામાં આવી હતી. જેમાં નાયબ કલેકટરે દિયોદર વાસીઓ ને ૭૪ માં સ્વતંત્રતા દિવસ ની શુભેચ્છાઓ પાઠવી હતી. આ પ્રસંગે કોરોના ની મહામારી અને લોકડાઉન સમય કોરોના વોરિયર્સ તરીકે ફરજ નિભાવનાર પોલીસ કર્મચારીઓ, આરોગ્ય વિભાગ, વિવિધ સંસ્થા ના આગેવાનોને શાલ ઓઢાડી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ મામલતદાર કચેરી ખાતે સ્વતંત્રતા દિવસ નિમિત્તે વિવિધ વૃક્ષો નું વાવેતર કરી વૃક્ષરોપણ કર્યું હતું.

જેમાં આરોગ્ય વિભાગ ના બ્લોક હેલ્થ ઓફિસર બ્રિજેશ વ્યાસ એ કોરોના વાઇરસ વિશે માહિતી આપી હતી અને વર્તમાન સમય માસ્ક ફરજીયાત પહેરવા અને સોસીયલ ડિસ્ટન રાખવા અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે દિયોદર મામલતદાર પી.આર.ઠાકોર,ભારત વિકાસ પરિષદ ના પ્રમુખ જામાભાઈ પટેલ ,લાયન્સ કલબ પ્રદીપભાઈ શાહ, ભવાનજી ઠાકોર, મુકેશ ભાઈ આચાર્ય વગેરે આગેવાનો અધિકારીગણ હાજર રહા હતા અને કાર્યક્રમ ની આભાર વિધિ શીતલભાઈ ત્રિવેદી દ્વારા કરવામાં આવી હતી.

રિપોર્ટર : પ્રદિપસિંહ વાઘેલા, દિયોદર

Related posts

Leave a Comment