કાંકરેજ તાલુકાનાં થરા વિસ્તારમાં ઠેર ઠેર પાણી ભરાયાં થરા નગરપાલિકા, નેશનલ હાઇવે ઓથોરિટી ધોર નિંદ્રામાં

બનાસકાંઠા,

કાંકરેજ તાલુકાનું એકમાત્ર વેપારી મથક ગણાતા થરામાં ઠેર ઠેર રોડ પર ખાડા પડી ગયા છે ત્યારે ગટર લાઇનના કાંઈ ઠેકાણા નથી ત્યારે થરામાં રૂણી રોડ બાજુમાં ટોટાણા રોડ પર બજાર રોડ પર તેમજ અન્ય જગ્યાએ વરસાદી પાણી ભરાતાં લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે.

ત્યારે એકબાજુ કોરોના મહામારી ચાલી રહી છે એવામાં થરા વિસ્તારમાં પાણી ભરાતાં મચ્છરો પેદા થાય તેમજ રોગચાળો ફેલાય તો કોઇ નવાઇ નહીં ત્યારે એક બાજુ ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય પણ જોવા મળી રહ્યું છે. ત્યારે વર્ષો જૂની સમસ્યાનો ઉકેલ કેમ નથી આવતો ત્યારે કેમ થરા નગરપાલિકા અને નેશનલ હાઇવે ઓથોરિટી ઘોર નિંદ્રામાં થી જાગી રહીં નથી હવે સવાલ એ ઉભો થાય છે કે આ મિડિયાના અહેવાલ થી નગરપાલિકા અને નેશનલ હાઇવે ઓથોરિટી જાગશે કે ફરી આંખ આડા કાન કરી મૌન ધારણ કરી બેઠી રહેશે.

 

Related posts

Leave a Comment