90-સોમનાથ ના યુવા અને લોકલાડીલા ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા નું વેરાવળના નાના તથા મોટા કોલીવાડા ના લોકો દ્વારા ભવ્યાતિભવ્ય સ્વાગત સમારંભ

હિન્દ ન્યૂઝ, ગીર સોમનાથ

90-સોમનાથ ના યુવા અને લોકલાડીલા ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા 14 મી વિધાનસભા ના સત્ર બાદ અચાનક બીમાર થતાં અને તબિયત બતાવતા કોરોના રિપોર્ટ પોઝેટિવ આવેલ. જેથી તેમાં મત વિસ્તારના તેમજ વેરાવળ ના નાના તથા મોટા કોળીવાડા માં ગમગીની નું મોજું ફેલાયેલ હતું. અને સમય જતાં ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા એ સારવાર લઈ કોરોના રિપોર્ટ કરાવતા રિપોર્ટ નેગેટિવ આવતા વેરાવળ નાના તથા મોટા કોલીવાડા માં હર્ષ ની લાગણી છવાઈ ગયેલ હતી અને આજ રોજ ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા તા. 25-10-20 ના રોજ વેરાવળ નાના તથા મોટા કોલીવાડા ની લાગણી ને માન આપી તેઓના વચ્ચે ગયેલ હતા. જે અન્વયે નાના તથા મોટા કોલીવાડા ના પ્રમુખો, સમર્થકો, શુભચિંતકો, દ્વારા ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા નો સત્કાર સમારંભ અને નવજીવન સમારંભ નું આયોજન કરવામાં આવેલ હતું. આ પ્રસંગે નાના તથા મોટા કોલીવાડા ના આગેવાનો, સમર્થકો અને નવ યુવાન ની ટીમો માં ઘણીજ આનંદ ની લાગણી છવાઈ ગયેલ હતી અને પ્રસંગ ના અનુક્રમે શ્રી ચામુંડા પદ યાત્રા ના નવ યુવાન ના કાર્યકરો દ્વારા ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા ને હાર થી આવકારવામાં આવ્યા તેમજ શાલ ઓઢાડી બહુમાન કરવામાં આવેલ હતું.
આ તકે ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા દ્વારા નાના તથા મોટા કોલીવાડા માં આવેલ હનુમાનજી મંદિર તથા રામદેવપીર મંદિર અને ગરબી ચોક માં હવન પ્રસંગે દર્શન કરેલ હતા.

રિપોર્ટર : મો.સઈદ મહિડા, ગીર સોમનાથ

Related posts

Leave a Comment