સુઇગામ તાલુકાના ઉચોસણ ગામે આજે સ્મશાન ભુમી માં બનાસ ડેરી દ્વારા વૃક્ષો રોપાણ કાર્યક્રમ યોજાયો

ભાભર,

સુઇગામ તાલુકાના ઉચોસણ ગામે આજે સ્મશાન ભુમી માં બનાસ ડેરી દ્વારા વૃક્ષો રોપાણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં અલગ અલગ પ્રકારના વૃક્ષો રોપાણ કરવામાં આવ્યુ. જેમાં એક બાજુ દીનપ્રતિ દીન વધતા જતા પ્રદુષણ અટકાવવા ઠેરઠેર વૃક્ષો વાવવા ના કાર્યક્રમો યોજાયા હતા. જેમાં ગમે તેવા સંકટ સમયે ખેડૂતો ને પડખે ઉભા રહેનાર એવા બનાસડેરી ના ચેરમેન શંકરભાઈ ચૌધરી ના માર્ગદર્શન દ્વારા સુઇગામ તાલુકાના જોરાવરગઢ અને ઉચોસણ ગામની બે શ્મશાન ભુમિ માં એક હજાર જેટલા વૃક્ષો વાવી ને બનાસડેરી દ્વારા વૃક્ષો વાવો અને વરસાદ લાવો નુ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

જેમાં આજે બનાસડેરી ના ડીરેકટર મુળજીભાઇ ચૌધરી, વિસ્તરણ અધિકારી રમેશભાઈ ચૌધરી અને બંને ગામ ના સરપંચો અને દુધ મંડળીના મંત્રી ઓ અને ચેરમેનો હાજર રહ્યા હતા.

રિપોર્ટર : બાબુ ચૌધરી, ભાભર

Related posts

Leave a Comment