કરબુણ ગામની શાળાઓમાં ધ્વજ વંદન કાર્યક્રમ યોજાયો

થરાદ,

કોરોનાની મહામારીનો કહેર સમગ્ર વિશ્વમાં વર્તાઈ રહ્યો હોઈ સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક પહેરવાની બનાસકાંઠા જીલ્લા કલેકટરે ગાઇડલાઇન બહાર પાડી હોઈ 15મી ઓગસ્ટના રોજ સ્વાતંત્ર્ય દિન હોઈ દેશભરમાં ઠેર ઠેર જગ્યાએ સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક સાથે ધ્વજ વંદન કાર્યક્રમ યોજાયો હતો, ત્યારે થરાદના કરબુણ ગામની શાળાઓમાં પણ ધ્વજ વંદન કાર્યક્રમ યોજાયો હતો. થરાદ તાલુકાના કરબુણ ગામે પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા સહિત સ્વામી વિવેકાનંદ પ્રાથમિક શાળામાં ધ્વજ વંદન કાર્યક્રમ સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક સાથે યોજાયો હતો, કરબુણ ગામની શાળાઓમાં સોશિયલ ડિસ્ટન્સ સાથે યોજાયેલ ધ્વજ વંદન કાર્યક્રમમાં ગામના સરપંચ નાગજીભાઈ પટેલ, શાળાના પ્રિન્સીપાલ સહિત શાળા પરિવાર ઉપસ્થિત રહી સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે 15મી ઓગસ્ટના રોજ કાર્યક્રમ યોજાયો હતો.

રિપોર્ટર : ધુડાલાલ ત્રિવેદી, થરાદ

Related posts

Leave a Comment