વડોદરામા પુરનું સંકટ, વિશ્વામિત્રી નદીનું ભયજનક લેવલ 26 ફૂટ

વડોદરા,

વડોદરાવાસીઓના માથે તોળાતુ પુરનું સંકટ, વિશ્વામિત્રી નદીનું ભયજનક લેવલ 26 ફૂટ છે. જ્યારે હાલ નદીનું લેવલ 22.75 ફૂટે પહોંચી ગયું છે. વડોદરામાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. લોકોના ઘરોમાં પાણી ઘૂસ્યા છે. ભયજનક લેવલ વટાવી જતા તંત્ર પણ એલર્ટમાં આવી ગયું છે. તો મોટાપાયે સ્થળાંતરની કામગીરી શરૂ કરાવામાં આવી છે. ભયજનક લેવલની નજીક પહોંચી જતા લોકોને ગયા વર્ષનું પૂર યાદ આવી ગયું છે. જેમાં જ્યાં જુઓ ત્યાં પાણીની ભયાવહ તસવીરો લોકોની નજર સામે તરી રહી છે.

રિપોર્ટર : કમલેશ ત્રિવેદી, વડોદરા

Related posts

Leave a Comment