ચૂંટણી પ્રચાર માટે લાઉડ સ્પીકરના ઉપયોગ પર નિયમન કરવા અંગે જાહેરનામુ બહાર પાડતા જિલ્લા મેજિસ્ટ્રેટ

લોકસભા સામાન્ય ચૂંટણી-ર૦૨૪ હિન્દ ન્યુઝ, ભાવનગર  ભારતનાં ચૂંટણી આયોગ દ્વારા લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪નો ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થયેલ છે. તે મુજબ મતદાન તા.૦૭/૦૫/૨૦૨૪ના રોજ યોજાનાર છે અને મતગણતરી તા. ૪/૦૬/૨૦૨૪ ના રોજ થનાર છે. ભારતના ચૂંટણી આયોગના તા. ૨૬/૧૨/૨૦૦૦ તથા તા. ૭/૧/૨૦૦૭ ના પરીપત્ર મુજબ ચૂંટણી સબબ ઉમેદવારો, રાજકીય પક્ષો. કાર્યકરો વિગેરે દ્વારા ચૂંટણીના પ્રચારના કોઇ હેતુ માટે સભા કે સરઘસો યોજે તેમાં માઇકનો ઉપયોગ કરી અવાજનું પ્રદુષણ રોકવું અત્યંત આવશ્યક છે. લાઉડ સ્પીકર વગાડવાથી ધ્વની પ્રદુષણથી લોકોની તંદુરસ્તીને વિપરીત અસર પહોંચે છે. તેમજ લાઉડ સ્પીકરથી લોકોને ખલેલ ન પહોંચે અને…

Read More

ચૂંટણી દરમિયાન વાહનોના દુરૂપયોગ પર નિયમન કરવા અંગેનું જાહેરનામું બહાર પાડતા જિલ્લા મેજીસ્ટ્રેટ

લોકસભા સામાન્ય ચૂંટણી-ર૦૨૪ હિન્દ ન્યુઝ, ભાવનગર  ભારતની ચૂંટણી આયોગ લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ યોજવાનું જાહેર કરેલ છે. તે મુજબ લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અંતર્ગત તા.૦૭/૦૫/૨૦૨૪ નાં રોજ મતદાન ચિનખગરે ચૂંટણી પ્રચાર અભિયાનના ભાગરૂપે રાજકીય/બિનરાજકીય પક્ષના કાર્યકરો અને ચૂંટણી ઉમેદવારો તરફથી ચૂંટણી પ્રચાર ઝુંબેશ પોત પોતાના મતવિસ્તારમાં શરૂ કરવામાં આવેલ હોય આ પ્રચારનાં હેતુ માટે તેઓ દ્વારા કે તેની સહમતિથી બીજા કોઈ વ્યકિત દ્વારા પ્રચાર માટે વાહનોનો ઉપયોગ કરવામાં આવશે. તે સંજોગોમાં આવા વાહનો ઉપર દેખરેખ રાખવા અને ઉમેદવારનાં પ્રચાર માટે વપરાતા વાહનોનાં સબંધમાં થતો ખર્ચ યોગ્ય રીતે જાહેર થાય તે હેતુથી અને…

Read More

ચૂંટણી ખર્ચ દેખરેખ અને નિયંત્રણ માટે ફ્લાઈંગ સ્ક્વોર્ડ્સ દ્વારા રાજ્યભરમાંથી કુલ રૂ.5.92 કરોડની વસ્તુઓ જપ્ત

લોકસભા સામાન્ય ચૂંટણી-ર૦૨૪ હિન્દ ન્યુઝ, ભાવનગર  લોકસભાની સામાન્ય ચૂંટણી-2024 તથા વિધાનસભાની પેટાચૂંટણી સંદર્ભે ભારતના ચૂંટણી પંચના માર્ગદર્શન અને મુખ્ય નિર્વાચન અધિકારીના નેતૃત્વમાં રાજ્યભરમાં સમગ્ર ચૂંટણી તંત્ર દ્વારા કામગીરીનો પ્રારંભ કરી દેવામાં આવ્યો છે. લોકસભા ચૂંટણીની જાહેરાતની સાથે જ આદર્શ આચારસંહિતાની ચુસ્ત અમલવારી, ચૂંટણી ખર્ચ નિરિક્ષણ તથા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવા વિવિધ ટીમો કાર્યરત થઈ ગઈ છે. લોકસભાની 26 બેઠકો માટેની સામાન્ય ચૂંટણી અને વિધાનસભાની 05 બેઠકોની પેટાચૂંટણીઓ મુક્ત, ન્યાયી અને શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય તે માટે મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી દ્વારા ભારતના ચૂંટણી પંચ દ્વારા નિર્દેશિત તમામ વ્યવસ્થાઓ સુનિશ્ચિત…

Read More

ભાવનગર જિલ્લામાં ચૂંટણી દરમિયાન સરકારી તથા બોર્ડ/નિગમ/કોર્પોરેશનના વાહનોના દુરૂપયોગ પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું પ્રસિદ્ધ

હિન્દ ન્યુઝ, ભાવનગર  ભારતના ચૂંટણી આયોગ દ્વારા લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪ યોજવાનું જાહેર કરેલ છે. તે મુજબ લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪ અંતર્ગત તા.૦૭/૦૫/૨૦૨૪ના રોજ મતદાન થનાર છે. ભારતના ચૂંટણી આયોગ તરફથી આદર્શ આચાર સંહિતા બહાર પાડી તેનું કડકપણે પાલન કરવાની સૂચનાઓ આપવામાં આવેલ છે. જેનો તમામ રાજકીય પક્ષો અને ચૂંટણી લડતા ઉમેદવારોએ તથા તેમના કાર્યકરોએ ચુસ્તપણે અમલ કરવાનો રહે છે. સદરહું આચાર સંહિતામાં કેન્દ્ર કે રાજય સરકારના મંત્રીઓ, રાજકીય/બિનરાજકીય પક્ષોના કાર્યકરો અને ચૂંટણી ઉમેદવારો દ્વારા ચૂંટણી પ્રચાર કાર્ય અથવા ચૂંટણીને સબંધકર્તા બાબતો અંગે કોઇપણ જાતની મુસાફરી દરમિયાન સરકારી તથા બોર્ડ/નિગમ/કોર્પોરેશનના…

Read More

વિશ્રામગૃહ, ડાકબંગલા, અતિથિગૃહ, સરકારી રેસ્ટ હાઉસ વગેરેનાં ઉપયોગનું નિયમન કરવા અંગે ભાવનગર જિલ્લા મેજિસ્ટ્રેટ દ્રારા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું

લોકસભા સામાન્ય ચૂંટણી-ર૦૨૪ હિન્દ ન્યુઝ, ભાવનગર ભારતનાંચૂંટણી આયોગ દ્વારા લોકસભા સામાન્ય ચૂંટણી -૨૦૨૪નો ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થયેલ છે.લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪ના અનુસંધાને ભારતના ચૂંટણી આયોગ તરફથી આદર્શ આચાર સંહિતા બહાર પાડી તેનું કડકપણે પાલન કરવાની સૂચનાઓ આપવામાં આવેલ છે. જેનો તમામ રાજકીય પક્ષો અને ચૂંટણી લડતા ઉમેદવારોએ તથા તેમના કાર્યકરોએ ચુસ્તપણે અમલ કરવાનો રહે છે. સદરહું આચાર સંહિતામાં સરકારી આરામગૃહો, ડાક બંગલાઓ, તથા વિશ્રામગૃહોનો ચૂંટણીના કામે ઉપયોગ કરવા ઉપર ભાવનગર જિલ્લા મેજિસ્ટ્રેટ આર. કે. મહેતાએ તેમને મળેલી સત્તાની રૂએ પ્રતિબંધ ફરમાવ્યો છે. જાહેરનામા દર્શાવ્યા મુજબ ભાવનગર જિલ્લામાં સમાવિષ્ટ સરકારી, અર્ધસરકારી, સહકારી…

Read More

ચૂંટણી સંબંધી ફરિયાદોના ઝડપી અને અરસકારક નિયંત્રણ માટે ગાંધીનગર સચિવાલય ખાતે કંટ્રોલ રૂમ કાર્યરત

હિન્દ ન્યુઝ, ભાવનગર  આગામી લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૪ ન્યાયિક અને પારદર્શક રીતે યોજાય અને ચૂંટણીની આદર્શ આચાર સંહિતાનું ચૂસ્તપણે પાલન થાય તેની દેખરેખ તેમજ મળતી ફરિયાદોના ઝડપથી અને અસરકારક નિયંત્રણ થાય તે હેતુથી તા.૧૬-૦૩-૨૦૨૪ થી સામાન્ય વહીવટ વિભાગ, ચૂંટણી પ્રભાગ, બ્લોક નં-૬, બીજો માળ, સરદાર ભવન, સચિવાલય, ગાંધીનગર ખાતે નિયંત્રણ કક્ષ(કંટ્રોલ રૂમ) કાર્યરત કરવામાં આવ્યો છે. આ કંટ્રોલ રૂમના ફોન નં – ૦૭૯-૨૩૨-૫૭૭૯૧ અને ફોન/ફેક્સ નં – ૦૭૯-૨૩૨-૫૭૭૯૨ ઉપર ફરિયાદ નોંધાવી શકાશે.

Read More

ભાવનગરના તગડી ઇન્ડીયન ઓઈલ કોર્પોરેશન ખાતે રીમોટ ઓપરેટેડ વાલ્વનમાંથી ગેસ લીકેજ : મોકડ્રીલ યોજાઇ

હિન્દ ન્યુઝ, ભાવનગર ઇન્ડીયન ઓઈલ કોર્પોરેશનના તગડી, ભાવનગર ખાતે આવેલ એલ.પી.જી. સ્ટોરેજ માટેના હોર્ટોન સ્ફીયરના અનલોડિંગ લાઈનમાં આવેલ રીમોટ ઓપરેટેડ વાલ્વના ફ્લેંજ જોઈન્ટમાથી ગેસ લીકેજ થતા તેના મેઈટેનન્સની કામગીરી દરમ્યાન સ્પાર્ક થતા આગ લાગવાનો બનાવ બનેલો હતો. આવી પરિસ્થિતિને ધ્યાને રાખી એક મોકડ્રીલ હાથ ધરવામાં આવી હતી, જેમાં જિલ્લા કલેક્ટર આર.કે. મહેતા ઉપસ્થિત રહ્યા હતા. મોકડ્રીલની વાત કરીએ તો વાલ્વમાં લાગેલી આગ આગ કાબૂ બહાર જતા જીલ્લા વહીવટી તંત્રને આ બાબતે જાણ કરાતા ક્લેકટર આર. કે. મહેતાની સૂચના મુજબ ડીસ્ટ્રીકટ ક્રાઇસિસ ગ્રુપને એલર્ટ કરાયું હતું અને તેઓ એ પણ ઘટનાસ્થળ…

Read More

ઢેબરીયા તેરસનાં મેળા નિમિત્તે પાલીતાણા ખાતે નો પાર્કિંગ ઝોન જાહેર કરતું જાહેરનામું બહાર પડાયું

હિન્દ ન્યુઝ, ભાવનગર  પાલીતાણા શહેરમાં આગામી તા. ૨૨/૦૩/૨૦૨૩ તથા તા. ૨૩/૦૩/૨૦૨૩ નાં રોજ જૈન ઢેબરીયો મેળો યોજાનાર છે. જેમાં વાહનો મોટી સંખ્યામાં આવતા હોય છે. જેથી વાહન વ્યવહાર સ્થગિત ન થાય તેમજ અકસ્માત નિવારી શકાય તે માટે ટ્રાફીક નિયમન કરવાનું જરૂરી જણાતા ગુજરાત પોલીસ અધિનિયમ -૧૯૫૧ ની કલમ -૩૩ (૧)(બી) અન્વયે મળેલ સત્તાની રૂઇએ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, ભાવનગર દ્વારા પાલીતાણા શહેરમાં પાલીતાણા છેલ્લા ચકલાથી તળેટી સુધીના જાહેર માર્ગ ઉપરની બન્ને બાજુએ તા. ૨૧/૦૩/૨૦૨૩ થી તા. ૨૩/૦૩/૨૦૨૩ (દિન-૩) માટે વાહનો પાર્કીંગ ન કરવા માટે નો પાર્કીંગ ઝોન જાહેર કરેલ છે. આ…

Read More

ઢેબરીયા તેરસનાં મેળા નિમિત્તે પાલીતાણા ખાતે રસ્તાઓને વન વે જાહેર કરતું જાહેરનામું બહાર પડાયું

હિન્દ ન્યુઝ, ભાવનગર  પાલીતાણા શહેરમાં આગામી તા. ૨૨/૦૩/૨૦૨૩ તથા તા. ૨૩/૦૩/૨૦૨૩ ના રોજ જૈન ઢેબરીયો મેળો યોજાનાર હોય, જેમાં વાહનો મોટી સંખ્યામાં આવતા હોય છે. જેથી વાહન વ્યવહાર સ્થગિત ન થાય તેમજ અકસ્માત નિવારી શકાય તે માટે ટ્રાફીક નિયમન કરવાનું જરૂરી જણાતા ગુજરાત પોલીસ અધિનિયમ -૧૯૫૧ ની કલમ -૩૩ (૧)(બી) અન્વયે મળેલ સત્તાની રૂઇએ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, ભાવનગર દ્વારા પાલીતાણા શહેરમાં આવેલ રસ્તાઓને તા. ૨૧/૦૩/૨૦૨૩ સવારે ૮ વાગ્યાથી તા. ૨૩/૦૩/૨૦૨૩ રાત્રે ૧૨ વાગ્યા સુધી દિન-૩ સુધી એકમાર્ગીય રસ્તો જાહેર કરવામાં આવેલ છે. જેમાં ભાવનગર થી પાલિતાણા, ગારીયાધાર, ઘેટી, આદપુર તરફ…

Read More

લોકસભાની ચૂંટણી અન્વયે સભા-સરઘસ દરમિયાન કેટલાંક કૃત્યો કરવા પર પ્રતિબંધ

હિન્દ ન્યુઝ, ગીર-સોમનાથ         લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪ દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તેમજ મુક્ત અને ન્યાયી વાતાવરણમાં ચૂંટણી થાય તેને ધ્યાને લઈને અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ આર.જી.આલ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરી સભા-સરઘસ દરમિયાન કેટલાંક કૃત્યો પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. આ જાહેરનામા અનુસાર ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ હેઠળ સભા-સરઘસ દરમિયાનના સક્ષમ અધિકારીશ્રીની મંજૂરી મળ્યા બાદ જ સભા-સરઘસનું આયોજન કરવાનું રહેશે તથા જે શરતે પરવાનગી આપવામાં આવી છે. તે શરતોનુ પાલન કરવાનું રહેશે. સભા-સરઘસમાં શસ્ત્ર, ડંડા, તલવાર, ભાલા, સોટા, બંદૂક, ચપ્પુ, લાકડી અથવા લાઠી અથવા શારીરિક હિંસા પહોંચાડવામાં…

Read More