ચૂંટણી દરમિયાન વાહનોના દુરૂપયોગ પર નિયમન કરવા અંગેનું જાહેરનામું બહાર પાડતા જિલ્લા મેજીસ્ટ્રેટ

લોકસભા સામાન્ય ચૂંટણી-ર૦૨૪

હિન્દ ન્યુઝ, ભાવનગર 

ભારતની ચૂંટણી આયોગ લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ યોજવાનું જાહેર કરેલ છે. તે મુજબ લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અંતર્ગત તા.૦૭/૦૫/૨૦૨૪ નાં રોજ મતદાન ચિનખગરે ચૂંટણી પ્રચાર અભિયાનના ભાગરૂપે રાજકીય/બિનરાજકીય પક્ષના કાર્યકરો અને ચૂંટણી ઉમેદવારો તરફથી ચૂંટણી પ્રચાર ઝુંબેશ પોત પોતાના મતવિસ્તારમાં શરૂ કરવામાં આવેલ હોય આ પ્રચારનાં હેતુ માટે તેઓ દ્વારા કે તેની સહમતિથી બીજા કોઈ વ્યકિત દ્વારા પ્રચાર માટે વાહનોનો ઉપયોગ કરવામાં આવશે. તે સંજોગોમાં આવા વાહનો ઉપર દેખરેખ રાખવા અને ઉમેદવારનાં પ્રચાર માટે વપરાતા વાહનોનાં સબંધમાં થતો ખર્ચ યોગ્ય રીતે જાહેર થાય તે હેતુથી અને જો આમ કરવામાં ન આવે તો તેમનાં પ્રતિસ્પર્ધી ઉમેદવારો તથા સામાન્ય જનો તરફથી સાચી ખોટી ફરીયાદો ઉપસ્થિત થવા અને એકબીજા જુથો વચ્ચે મનદુ:ખ અને ઘર્ષણ ઉભુ થવાની સંભાવના તેમજ સુલેહ શાંતિનો ભંગ થવા સંભવ રહે છે.

આથી હું આર.કે. મહેતા (આઇ.એ.એસ.), જિલ્લા મેજિસ્ટ્રેટ, ભાવનગર જિલ્લો, ભાવનગર, ફોજદારી કાર્યરીતિ અધિનિયમ-૧૯૭૩ની (૧૯૭૪ નો બીજો અધિનિયમની) કલમ-૧૪૪ અન્વયે મળેલ સત્તાની રૂઇએ ફરમાવું છું કે, કોઇપણ રાજકીય પક્ષો કે બિન રાજકીય પક્ષો કે તેમનાં ઉમેદવારો કે તેની સહમતિથી બીજા કોઇ વ્યકિત દ્વારા ચૂંટણી પ્રચાર માટે વાહનમાં લાઉડ સ્પીકર વગાડવા માટે સબંધિત સક્ષમ અધિકારીશ્રી પાસે વાહન રજીસ્ટર્ડ કરાવી, વાહનના ઉપયોગ અંગેની મંજુરી મેળવી સબંધિત સક્ષમ અધિકારીશ્રી પાસેથી લાઉડ સ્પીકર વગાડવાની મંજુરી/ પરમીટ લેવાની રહેશે. અને અસલ પરમીટ જ વાહનોની ઉપર સહેલાઇથી દેખાય આવે તે રીતે વિન્ડ સ્ક્રીન પર ચોંડવાની રહેશે. કોઇપણ સંજોગોમાં પરમીટની ફોટોકોપી ચાલશે નહિ. ઉપરાંત પરમીટ મેળવ્યા સિવાય અને વાહન રજીસ્ટર કરાવ્યા સિવાય કોઇપણ વાહનનો ચૂંટણી પ્રચાર માટે ઉપયોગ કરી શકાશે નહીં. આ નિયંત્રણો યાંત્રિક શક્તિથી કે અન્ય રીતે ચાલતા તમામ વાહનોને લાગુ પડશે.

ભારતીય ચૂંટણી આયોગના આદેશ મુજબ કોઇપણ સંજોગોમાં રાજકીય પક્ષા કે ઉમેદવાર કે ચૂંટણી એજન્ટે ચૂંટણીના પ્રચાર માટે કાફલામાં ૧૦ થી વધુ વાહનો એકી સાથે લઇ જઇ શકશે નહી તેવું ઠરાવેલ છે. આથી ચૂંટણી આયોગના આદેશની અમલવારી કરવા આ જિલ્લામાં આવેલ તમામ રાજકીય પક્ષો, ઉમેદવારો અને તેમના ચૂંટણી એજન્ટોને ફરમાવવામાં આવે છે કે ચૂંટણીના પ્રચાર માટે જતા કાફલામાં એકી સાથે ૧૦ થી વધુ વાહનો લઇ જઇ શકાશે નહી.

ચૂંટણી પ્રચાર માટે ઉપયોગમાં લેવાનાર વાહનો બે, ત્રણ અને ચાર વ્હીલવાળા રહેશે. ચાર વ્હીલવાળા વાહનોમાં ડ્રાઇવર સહિત વધુમાં વધુ પાંચ વ્યકિતઓથી વધુ બેસી શકશે નહી. રાજકીયપક્ષો/ઉમેદવારે આ અંગે કરવામાં આવેલ ખર્ચની વિગતો, ખર્ચ રજીસ્ટરમાં નોંધવાની રહેશે.

આ હુકમનું ઉલ્લંઘન કરનાર અથવા ઉલ્લંઘન માટે મદદ કરનાર શખ્સ ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ લોક પ્રતિનિધિત્વ અધિનિયમ-૧૯૫૧ તથા મોટર વ્હીકલ એકટ-૧૯૮૮ હેઠળ સજાને પાત્ર થશે. તેમ જ ઉલ્લંઘન કરનારના વાહનો જપ્ત કરવામાં આવશે.

સદરહું જાહેરનામું પ્રામાણીક અંગત ઉપયોગમાં ચૂંટણી સિવાયના હેતુ માટે વપરાયેલ વાહનો, આવશ્યક સેવાઓ માટેના વાહનો, જાહેર પરીવહન સેવા માટેના વાહનો, માંદા, અશકત, અપંગ વ્યકિતઓ માટે વપરાતા વાહનો, રેલ્વે સ્ટેશન, બસ સ્ટેશન, એરોડ્રામ તરફ જતાં-આવતાં, પ્રવાસ માટેના વાહનોને લાગુ પડશે નહીં.

આ જાહેરનામુ ભાવનગર જિલ્લાના સમગ્ર વિસ્તારને લાગુ પડશે. આ જાહેરનામું તા. ૧૬/૩/૨૦૨૪ તારીખથી સમગ્ર ચૂંટણી પ્રક્રિયા પુર્ણ થતા સમય સુધી અમલમાં રહેશે.

 

 

 

 

 

 

Related posts

Leave a Comment