ચૂંટણી પ્રચાર માટે લાઉડ સ્પીકરના ઉપયોગ પર નિયમન કરવા અંગે જાહેરનામુ બહાર પાડતા જિલ્લા મેજિસ્ટ્રેટ

લોકસભા સામાન્ય ચૂંટણી-ર૦૨૪

હિન્દ ન્યુઝ, ભાવનગર 

ભારતનાં ચૂંટણી આયોગ દ્વારા લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪નો ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થયેલ છે. તે મુજબ મતદાન તા.૦૭/૦૫/૨૦૨૪ના રોજ યોજાનાર છે અને મતગણતરી તા. ૪/૦૬/૨૦૨૪ ના રોજ થનાર છે. ભારતના ચૂંટણી આયોગના તા. ૨૬/૧૨/૨૦૦૦ તથા તા. ૭/૧/૨૦૦૭ ના પરીપત્ર મુજબ ચૂંટણી સબબ ઉમેદવારો, રાજકીય પક્ષો. કાર્યકરો વિગેરે દ્વારા ચૂંટણીના પ્રચારના કોઇ હેતુ માટે સભા કે સરઘસો યોજે તેમાં માઇકનો ઉપયોગ કરી અવાજનું પ્રદુષણ રોકવું અત્યંત આવશ્યક છે.

લાઉડ સ્પીકર વગાડવાથી ધ્વની પ્રદુષણથી લોકોની તંદુરસ્તીને વિપરીત અસર પહોંચે છે. તેમજ લાઉડ સ્પીકરથી લોકોને ખલેલ ન પહોંચે અને લોકો/જાહેર પ્રજાને ધ્વનિ પ્રદુષણથી મુકત રાખવા માટે લાઉડ સ્પીકરના ઉપયોગ કરવા પર નિયંત્રણ મુકવુ જરૂરી જણાય છે.

આથી ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૩૩ ની પેટા-કલમ-૧(આર)(૩) અન્વયે મળેલ સત્તાની રૂઇએ. જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી, ભાવનગર જિલ્લો, ભાવનગર, ભાવનગર જિલ્લાના તમામ વિસ્તારમાં નીચેની વિગતે લાઉડ સ્પીકરનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ ફરમાવું છું.

કોઇપણ રાજકીય પક્ષો કે બિનરાજકીય પક્ષો કે તેમનાં ઉમેદવારો કે તેની સહમતિથી બીજા કોઇ વ્યકિત દ્વારા ચૂંટણી પ્રચાર માટે વાહનમાં લાઉડ સ્પીકર વગાડવા માટે સબંધિત સક્ષમ અધિકારીશ્રી પાસે વાહન રજીસ્ટર્ડ કરાવી, વાહનના ઉપયોગ અંગેની મંજુરી મેળવી સબંધિત સક્ષમ અધિકારી પાસેથી લાઉડ સ્પીકર વગાડવાની મંજુરી/પરમીટ લેવાની રહેશે. અસલ પરમીટ જ વાહનોની ઉપર સહેલાઇથી દેખાય આવે તે રીતે વિન્ડસ્કીન પર ચોંડવાની રહેશે. કોઇપણ સંજોગોમાં પરમીટની ફોટોકોપી ચાલશે નહિ, ઉપરાંત પરમીટ મેળવ્યા સિવાય અને વાહન રજીસ્ટર કરાવ્યા સિવાય કોઇપણ વાહનનો ચૂંટણી પ્રચાર માટે ઉપયોગ કરી શકાશે નહીં. આ નિયંત્રણો યાંત્રિક શકિતથી કે અન્ય રીતે ચાલતા તમામ વાહનોને લાગુ પડશે. સક્ષમ અધિકારીની પરવાનગી સિવાય ચૂંટણી પ્રચાર કે વાહન પર લાઉડ સ્પીકર રાખી કે વગાડી શકાશે નહી.

સામાન્ય પ્રચાર માટે અથવા જાહેરસભા કે સરઘસમાં ઉપયોગમાં લેવાયેલ અને કરતા વાહનો પર કે અન્યથા ઉપયોગમાં લેવાયેલ તમામ લાઉડ સ્પીકરોનો ઉપયોગ સવારના ૬.૦૦ કલાકથી રાત્રિના ૧૦.૦૦ કલાક સુધી જ સક્ષમ અધિકારીની પરવાનગી મેળવીને જ કરવાનો રહેશે. ઉપર નિયત થયેલા સમય સિવાય ઉપયોગમાં લેવાયેલ કોઇપણ લાઉડ સ્પીકર કે અન્ય જોડાયેલ ઉપકરણો જપ્ત કરવામાં આવશે.

લેખિત પરવાનગી વગર જે વાહનમાં લાઉડ સ્પીકરનો ઉપયોગ કરવામાં આવ્યો હોય તે વાહન, ઉપયોગમાં લેવાયેલ લાઉડ સ્પીકર અને તમામ ઉપકરણો જપ્ત કરવામાં આવશે.

ફરતા વાહનો પર અથવા તો નિયત સ્થળે ગોઠવવામાં આવેલ કોઈ લાઉડ સ્પીકરનો ઉપયોગ કરતા તમામ રાજકીય પક્ષો. ઉમેદવારો અને અન્ય પ્રત્યેક વ્યકિતએ ઉપરોકત જણાવ્યા મુજબની પરવાનગી મેળવી તેની જાણ ચૂંટણી અધિકારી અને સ્થાનિક પોલીસ અધિકારીને કરવાની રહેશે.

કોઇપણ મતવિસ્તારમાં મતદાન સમાપ્ત કરવા માટે નિયત કરવામાં આવેલા સમયના પહેલાના ૪૮ કલાક દરમ્યાન વાહન પર ગોઠવેલ કે અન્ય પ્રકારના લાઉડ સ્પીકરનો ઉપયોગ કરવો નહી.

રાજકીયપક્ષો/ઉમેદવારે આ અંગે કરવામાં આવેલ ખર્ચની વિગતો, ખર્ચ રજીસ્ટરમાં નોંધવાની રહેશે.

આ જાહેરનામાનું ઉલ્લંઘન કરનાર અથવા ઉલ્લંઘન માટે મદદ કરનાર શખ્સ ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૧૩૧ હેઠળ શિક્ષાને પાત્ર થશે. આ જાહેરનામું ભાવનગર જિલ્લાના સમગ્ર વિસ્તારને લાગુ પડશે.

આ જાહેરનામું તા: ૧૬/૦૩/૨૦૨૪ તારીખથી સમગ્ર ચૂંટણી પ્રક્રિયા પુર્ણ થતા સમય સુધી અમલમાં રહેશે.

 

 

 

 

 

 

 

 

 

 

Related posts

Leave a Comment