ચૂંટણી પ્રચારમાં સત્તાધારી પક્ષ દ્વારા પ્રજાના પૈસાથી થતાં ચૂંટણી પ્રચાર પર પ્રતિબંધ ફરમાવતુ ભાવનગર જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું

લોકસભા સામાન્ય ચૂંટણી-ર૦૨૪

હિન્દ ન્યુઝ, ભાવનગર 

    ભારતના ચૂંટણી આયોગ દ્વારા લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ યોજવાનું જાહેર કરેલ છે. તે મુજબ લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અંતર્ગત તા.૦૭/૦૫/૨૦૨૪ નાં રોજ મતદાન થનાર છે. ભારતના ચૂંટણી આયોગના તા.૧૩/૪/૨૦૦૯ના પત્રથી આદર્શ આચારસહિતાનું કડકપણે પાલન કરવાની સુચનાઓ આપવામાં આવેલ છે. જેનો તમામ રાજકીય પક્ષો અને ચૂંટણી લડતા ઉમેદવારોએ તથા તેમના કાર્યકરોએ ચુસ્તપણે અમલ કરવાનો રહે છે. સદરહું આચારસંહિતામાં જે-તે વિસ્તારના સત્તાધારી પક્ષ દ્વારા પોતાની સત્તાનો ઉપયોગ કરી પ્રજાના પૈસાથી પોતાના પક્ષની સિધ્ધિઓ કે ચૂંટણી પ્રચાર અંગેની જાહેરાતો વર્તમાનપત્રો તથા અન્ય માધ્યમો દ્વારા કરવા અને હોડીંગ્સ લગાડવા ઉપર ભાવનગર જિલ્લા મેજિસ્ટ્રેટ આર.કે.મહેતાએ તેમને મળેલી સત્તાની રૂએ પ્રતિબંધ ફરમાવ્યો છે.

જાહેરનામામાં જણાવ્યાં મુજબ જે-તે વિસ્તારના સત્તાધારી પક્ષ દ્વારા હોડીંગ્સ, માસ મીડીયા, વર્તમાનપત્રો ટી.વી. ચેનલોમાં તથા અન્ય વિજાણુ માધ્યમોમાં પોતાના પક્ષની સિધ્ધીઓ કે ચૂંટણી પ્રચાર અંગેની જાહેરાતો પોતાની સત્તાનો ઉપયોગ કરી પ્રજાના પૈસાથી કરી શકશે નહી.

આ જાહેરનામાનું ઉલ્લંઘન કરનાર અથવા ઉલ્લંઘન માટે મદદ કરનાર શખ્સ ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ હેઠળ સજાને પાત્ર થશે. આ જાહેરનામું ભાવનગર જિલ્લાના સમગ્ર વિસ્તારને લાગુ પડશે.આ જાહેરનામું પ્રસિધ્ધ થયા તારીખથી સમગ્ર ચૂંટણી પ્રક્રિયા પુર્ણ થતા સમય સુધી અમલમાં રહેશે.

 

 

Related posts

Leave a Comment