હિન્દ ન્યુઝ, ભાવનગર
ભગવાન ગણેશને અતિશય પ્રિય એવી દુર્વા(ધરો) વિના ગણેશજીનું પુજન અધુરુ માનવામાં આવે છે. દુર્વા શબ્દ દુ:(દુર છે એ) અને અવમ(નજીક લાવે) આ બે શબ્દો પરથી બન્યો છે. એટલે કે દુર્વા ભગવાનનાં શુધ્ધ આધ્યાત્મિક ગુણોને ભક્તની નજીક લાવે છે. ગુણમાં શીતળ એવી દુર્વાની સમુદ્રમંથન દરમ્યાન ભગવાન વિષ્ણુના વાળમાંથી થઈ હોય તેને પવિત્ર માનવામાં આવે છે. વળી સમુદ્રમંથન દરમ્યાન નીકળેલ અમૃતનું પાત્ર આ દુર્વા પર મુકતાં તેનાં ટીપાં દુર્વા પર પડેતાં તેને અમરત્વ પ્રાપ્ત થયેલ. તેથી જ દુર્ગાની આપણે ગમેતેટલી કાપીને તો પણ તેને ફેલાવો બધી જ દિશામાં થયા કરે છે. આમ, દુર્વાની આ લાક્ષણિક ગુણ સાથે ભગવાન ગણેશને અર્પણ કરી ભક્તો જીવનમાં શાંતિ, સમૃધ્ધિની કામના કરે છે. કુમળી ટોચ પરનાં ત્રણ પર્ણો આદિ શિવ, આદિ શક્તિ અને આદિ ગણેશનાં સિધ્ધાંતોનુ પ્રતિનિધિત્વ કરે છે. દુર્વામાં ભગવાન ગણેશનાં સિદ્ધાંતોને આકર્ષિત કરવાની ઉચ્ચ ક્ષમતા છે.
ગણેશજીને પ્રિય, આધ્યાત્મિક અને આયુર્વેદની દ્રષ્ટિએ શ્રેષ્ઠ એવી દુર્વા, કેળ તથા નાળિયેરીનાં પાનનો ઉપયોગ કરી ડો. કાશ્મીરા સુતરિયા દ્વારા ઈકો ફ્રેન્ડલી ગણેશજીનું નિર્માણ કરવામાં આવેલ. રોટરી ગવર્નર દ્વારા તેનું પુજન કરીમ પર્યાવરણ સંરક્ષણ અંગેનો શુભ સંદેશ વહેતો મુકવામાં આવેલ.