આદર્શ પ્રાથમિક શાળા દ્વારા 5 મી સપ્ટેમ્બરના રોજ “શિક્ષક દિવસ” ની ઉજવણી કરવામાં આવી

હિન્દ ન્યુઝ, રાધનપુર

પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ અખિલ આંજણા કેળવણી મંડળ સંચાલિતભગવાન ભાઈ ખેતાભાઈ ચૌધરી આદર્શ પ્રાથમિક શાળા રાધનપુર ની અંદર આજ રોજ 5 મી સપ્ટેમ્બરના રોજ “શિક્ષક દિવસ” ની ઉજવણી કરવામાં આવી. આ કાર્યક્રમની અંદર શાળાના બાળકો એ ખૂબ ઉત્સાહ પૂર્વક શિક્ષક તરીકે ભાગ લીધો હતો.જેમાં તમામ શિક્ષક બનેલાં બાળકો એ ખૂબ જ સરસ શૈક્ષણિક કાર્ય કર્યું હતું.આજના કાર્યક્રમ માં વિદ્યાર્થીઓ માંથી આચાર્ય તરીકે સોલંકી શ્રેયાન્સ અમૃતભાઈ,ઉપ આચાર્ય તરીકે પટેલ મિત્તલબેન નરેશભાઈ,સુપરવાઇઝર તરીકે ગોસ્વામી બીપીનપુરી દીનેશપુરી અને કલાર્ક તરીકે ઠક્કર યુગ એ ભાગ લીધો હતો.

આજના આ કાર્યક્રમમાં બાળકોનાં શૈક્ષણિક કાર્યનું મૂલ્યાંકનમાં શાળાનાં શિક્ષકો માંથી નીતાબેન, મંજુલાબેન, ચંદ્રકાન્તભાઈ, અંકિતભાઈ,આશાબેન, વિણાબેન, દક્ષાબેન, નરેશભાઈ, પ્રવીણભાઈ, ધનવીબેન કાર્ય કર્યું હતું. મધ્યાહન સમયે બાળકોને નાસ્તો કરાવવામાં આવ્યો હતો.કાર્યક્રમ ના અંતમાં ઇનામ વિતરણ કાર્યક્રમ અને બાળકોને થયેલા અનુભવો રજૂ કરવામાં આવ્યા હતા. ઇનામ વિતરણ કાર્યક્રમ નું સ્ટેજ સંચાલન શાળાનાં શિક્ષક હિતેશભાઈ ગોસ્વામી એ કર્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવામાં શાળાનાં આચાર્ય વિજયભાઈ પ્રજાપતિ સાહેબ અને શાળાનાં ઉપ આચાર્ય ભરતભાઇ ચૌધરીએ અથાક પ્રયત્નો કર્યા હતા.આચાર્ય વિજયભાઈ પ્રજાપતિ દ્વારા પ્રસંગ ને અનુરૂપ એમની આગવી શૈલીમાં શિક્ષક દિન વિશે બાળકોને માહિતગાર કર્યા હતા.જે બાળકોએ શ્રેષ્ઠ શૈક્ષણિક કાર્ય કર્યું તેમને પ્રોત્સાહિત ઇનામો આપવામાં આવ્યા હતા. અંતમાં આભાર વિધિ ચંદ્રકાન્તભાઈ પ્રજાપતિ દ્વારા કરવામાં આવી હતી.

રિપોર્ટર : અનિલ રામાનુજ, રાધનપુર

Related posts

Leave a Comment