ગુજરાત માં માલધારીઓ ઉપર થઈ રહેલ અત્યાચારો બંધ કરી, લંપી વાયરસ માં મૃત્યુ પામેલ પશુઓના માલિકો ને વળતર આપવાની માંગણી

હિન્દ ન્યુઝ, રાધનપુર

પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકા ના વારાહી ખાતે ગુજરાત માં માલધારીઓ ઉપર થઈ રહેલ અત્યાચારો બંધ કરવા તેમજ લમ્પી વાયરસ માં મૃત્યુ પામેલા પશુઓના માલિકો ને વળતર ચુકવવા બાબત એ વારાહી ખાતે મામલતદાર કચેરીએ આવેદનપત્ર આપવામાં આવ્યું.

માલધારી વિકાસ સંગઠન પ્રમુખ સાંતલપુર રબારી મનજીભાઈ, ઉપપ્રમુખ સનાભાઈ ભરવાડ, વિભાભાઈ પાટણકા રહ્યા હાજર સરકાર સમક્ષ લમ્પી વાયરસ ના કારણે મૃત્યુ પામતી ગૌવંશના માલિકોને વળતર આપવાની માગણી કરી છે.સાથે સાથે રસ્તામાં રઝડતી ગૌ માતાની લાશો નો તાત્કાલિક ધોરણે સરકાર નિકાલ કરે તેવી માગણી કરવામાં આવી છે.પશુપાલનના હિતમાં પશુ માલિકોના હિતમાં સર્વે કરાવવી વળતર આપવાની માંગણી કરવામાં આવી છે

ગુજરાત માં લમ્પી વાયરસ ના કારણે લાખો પશુધન મરી રહ્યું છે. સરકાર લંપી વાયરસ નિયંત્રણ માં નિષ્ફળ ગઈ છે જેના કારણે લાખો પશુઓ મૃત્યુ પામ્યા છે.પશુ પાલકો બેરોજગાર બન્યા છે અને માલધારીઓ ના વર્ષો જૂના તબેલાઓ તોડી પશુઓ છોડી રહ્યા છે,માલધારી ભાઈઓ બહેનો પર અત્યાચાર કરી રહી છે આવનાર સમય માં માલધારી સમાજ ની માંગણીઓ સ્વીકારવામાં નહિ આવે તો માલધારી સમાજ અને માલધારી વિકાસ સંગઠન ગૂજરાતભર તેનો ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર વિરોધ કરશે તેવી ચીમકી આપી છે.

માલધારી સમાજ ની માંગણીઓ મુદ્દા આ પ્રમાણે છે

૧) સહેરો અને કોર્પોરેશનમાં માલધારીઓ ના માલિકીના પશુઓ ને ડબ્બા માં પૂરવાનું બંધ કરે
૨) ઢોર નિયંત્રણ કાયદો રદ કરે
૩) લમ્પી વાયરસ માં મૃત્યુ પામેલ પશુ ને ૫૦,૦૦૦ વળતર ચુકવે
૪) માલધારીઓ માટે સહેરો માં અલગ વસાહતો ઊભી કરે
૫) ગામડાઓ માં ગૌચર પર થયેલ દબાણો દૂર કરે
૬) પશુ વાળાઓ માલધારીઓ ના નામે કરે

આમ, અલગ અલગ ૬ મુદ્દા સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.તેમજ માલધારી સમાજ ના ભાઈઓ તેમજ યુવાનો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટર : અનિલ રામાનુજ, રાધનપુર

Related posts

Leave a Comment