જસદણ વિજ કર્મચારીઓ દ્વારા પડતર માંગણીઓને લઈ આવેદનપત્ર આપવામાં આવ્યું

હિન્દ ન્યુઝ, જસદણ

જસદણ મામલતદાર ઓફિસ ખાતે ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડના સંલગ્ન વીજ કંપનીમાં વર્ગ ૩ અને ૪ ના ટેકનિકલ કર્મચારીઓના વર્ષોથી પડતર માંગણીને લઈને આ અંગે વારંવાર રજૂઆત થયેલ હોય તેમ છતાં નિરાકરણ થવામાં વિલંબ થતો હોય જે અંગે ટેકનિકલ કર્મચારીઓ પોતાના જીવનના જોખમે રાત દિવસ જોયા વિના પોતાના પરિવારની પરવા કર્યા વગર રાજ્યની જનતાને અવિરત વીજ પુરવઠો મળી રહે તેવા હેતુથી જીવના જોખમે નોકરીની કલાકો ગણ્યા વિના નિષ્ઠાપૂર્વક પોતાની જવાબદારી નિભાવે છે કોરોના મહામારી,પુર હોનારત, અતિવૃષ્ટિ તેમજ વાવાઝોડા જેવી કુદરતી આફત્તો સમયે જીવના જોખમે કામ કરતા હોય વીજ પુરવઠો પ્રથમ નંબરની આવશ્યક સેવા હોય અને જે આવશ્યક સેવામાં 24×7=365 દિવસ ટેકનિકલ કર્મચારી ફરજ બજાવતા હોય છે તો વિષમ પરિસ્થિતિમાં ની સહાયની લાગણી અનુભવે છે તેમ જ કાયમી મોંઘવારીમાં વીકટ બનતા જીવવું મોંઘુ બને છે ત્યારે આવી સ્થિતિમાં અમે ધોરણ 10 પાસ+2 વર્ષ આઈ.ટી.આઈ પાસ+2 એપ્રેન્ટીસ ત્યારબાદ એનસીવીટી ની પરીક્ષા પાસ ત્યારબાદ પરીક્ષા પાસ અને ઈલે પીસીટી પોલ ક્લીમ્બીંગ 10 મીટર ઊંચો લોખંડનો ગદરનો થાંભલો ચડવા જેવી લાયકાત હોવા છતાં અમોને બિનકુશળ કર્મચારી તરીકે પટાવાળા,બગીચાના માળી, સફાઈ કામદાર વગેરેની સમકક્ષ ગણવામાં આવે છે તો અમોને ખુશળ કર્મચારી ઘણી વર્ગ 4 માંથી વર્ગ 3મા સમાવેશ કરવો અને વર્ગ 3ને મળવા પાત્ર તમામ લાભો આપવા,મીટર રીડરને અપગ્રેટ કરીશ આસી.જુનિયર બનાવવા,આસી.લાઇન મેન અને sbo ને ન્યાય આપવો,બોર્ડના ઠરાવ મુજબ 49/339 તા.7/2/2003 ના લાભ આપવો, સેફટી સૂઝના રૂપિયા કર્મચારીઓને રોકડમાં ચુકવવા, ટેકનિકલ કર્મચારિને તા.1/1/2016થી સાતમા પગાર પંચ કેન્દ્ર અને ગુજરાત સરકારની ગાઈડ લાઈન મુજબ પે મેટિક 2.57 100ના ગુણાંકમાં આપવા નો થાય છે જે 2.57 10ના ગુણાકમા આપેલ છે તે 100ના ગુણાંકમાં આપવુ,ટેકનિકલ વીજ સૈનિકને 20% લેખે લાઈફ રિસ્ક એલાઉન્સ આપવુ, ઇજનેરને જે રિસ્ક એલાઉન્સ ચૂકવવામાં આવે છે તે ચૂકવવા, pgvcl માં ફોલ્ટ સેન્ટરને કોન્ટ્રાક્ટ પદ્ધતિમાં અકસ્માત થવાના ભયથી કોન્ટ્રાક્ટ પદ્ધતિ બંધ કરવી જેવા વિવિધ મુદ્દાઓને લઈને આવેદનપત્ર આપવામાં આવેલ અને જો આ વર્ષો જૂની માંગણી સ્વીકારવામાં નહીં આવે તો ગુજરાતમાં અંધારપટ કરવાની ફરજ પડશે તેમ આવેદનપત્રમાં જણાવેલ

બ્યુરો ચીફ (જસદણ) : વિજય ચાંવ

Related posts

Leave a Comment