હિન્દ ન્યુઝ, જામનગર
જિલ્લા રોજગાર વિનિમય કચેરી, જામનગર દ્વારા “સ્વચ્છતા હી સેવા- 2024” અંતર્ગત સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. જેમાં રેકર્ડ રૂમની વ્યવસ્થિત સાફ સફાઈ અને ગોઠવણી, દરેક અલગ અલગ ટેબલની વ્યવસ્થિત સાફ સફાઈ, કચેરીની આજુબાજુ વરસાદના કારણે ઉગી નીકળેલ કાંટાળા વનસ્પતિઓની સાફ સફાઈ કરીને કામગીરી હાથ ધરવામાં આવી હતી.
આ ઉપરાંત નકામું પ્લાસ્ટિક મટીરીયલ, કચેરીની લોબી, ભરતીમેળા માટેના ગ્રાઉન્ડની અને બેઠક વ્યવસ્થાની પણ સાફ સફાઈને લગતી કામગીરીઓ હાથ ધરવામાં આવેલ. આ તકે કચેરીના વડા અને રોજગાર અધિકારી શ્રી એસ.બી.સાંડપા દ્વારા સ્વચ્છતાના મહત્વને સમજાવતું પ્રેરણારૂપ ઉદબોધન આપવામાં આવેલ. તેમજ કચેરીના સમગ્ર સ્ટાફ દ્વારા કરવામાં આવેલી વિવિધ સ્વચ્છતા અને સફાઈને લગતા કામને બિરદાવવામાં આવ્યા હતા.
ઉક્ત કાર્યક્રમમાં અત્રેની કચેરીના રોજગાર અધિકારી, જુનિયર રોજગાર અધિકારી, સિનિયર ક્લાર્ક, જુનિયર ક્લાર્ક, કેરિયર કાઉન્સેલરઓ તેમજ સમગ્ર સ્ટાફ સાથે જોડાઈને સ્વચ્છતાની કામગીરીમાં સર્વે જોડાયા હતા. તેમ રોજગાર અધિકારી (વ્ય.મા.) એસ.બી.સાંડપા, જામનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.