તા. ૨૭ મી સપ્ટેમ્બર ના રોજ જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો ગોકુલધામ, નાર ‌ખાતે યોજાશે

હિન્દ ન્યુઝ, આણંદ

   આણંદ જિલ્લામાં આગામી તારીખ ૨૭મી સપ્ટેમ્બર ના રોજ યોજાનાર ગરીબ કલ્યાણ મેળામાં લાભાર્થીઓને હાથો હાથ રાજ્ય સરકારની વિવિધ ૨૩ જેટલી યોજનાઓના લાભો હાથો હાથ આપવામાં આવનાર છે.

ગરીબ કલ્યાણ મેળા – ૨૦૨૪ અંતર્ગત આણંદ જિલ્લામાં જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો આગામી તા.૨૭ મી સપ્ટેમ્બરને શુક્રવારના રોજ સવારે ૯-૦૦ કલાકે પેટલાદ તાલુકાના ગોકુલધામ, નાર ખાતે યોજવામાં આવનાર છે, જે સંદર્ભે કલેકટર શ્રી પ્રવીણ ચૌધરીના અધ્યક્ષસ્થાને સરકીટ હાઉસ, આણંદ ખાતે બેઠક યોજવામાં આવી હતી.

આણંદ જિલ્લામાં યોજવામાં આવનાર આ જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો જિલ્લા કલેકટર પ્રવીણ ચૌધરી અને જિલ્લા વિકાસ અધિકારી મિલિંદ બાપના માર્ગદર્શન હેઠળ યોજાશે.

આ ગરીબ કલ્યાણ મેળામાં રાજ્ય સરકાર ની વિવિધ ૨૩ જેટલી કલ્યાણકારી યોજનાઓની સહાયના ચેક અને સાધનો સ્થળ ઉપર જ આપવામાં આવશે, જેમાં અંત્યોદય અન્ય યોજનાના ૦૩ લાભાર્થી, અન્નપૂર્ણા યોજનાના ૩૮૨ લાભાર્થી, ગેસ કનેક્શન આપવાની યોજનાના ૫૯ લાભાર્થી, આયુષ્માન કાર્ડના ૩૭૪, માનવ કલ્યાણ યોજનાના ૨૮૪, ઝુપડા વીજળીકરણ યોજનાના ૩૦, પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણના ૦૮, કૃત્રિમ બીજદાન થી જન્મેલ વાછરડી ની પ્રોત્સાહન યોજનાના ૯૮, પશુપાલકોને સુધારેલ જાતના ઘાસચારા બિયારણ કીટ પુરા પાડવાની યોજનાના ૦૧, સ્માર્ટફોન યોજનાના ૬૭, મત્સ્ય બીજ ઉછેર મહેનતાણું યોજનાના ૪૨, ઓબીસી અને એસઇબીસી જાતીની કન્યાઓને કુંવરબાઈના મામેરા માટે નાણાકીય સહાય યોજનાના ૪૯, અનુસૂચિત જાતિની કન્યાઓને કુંવરબાઈના મામેરા માટે નાણાકીય સહાય યોજનાના ૦૯, દિવ્યાંગ લગ્ન સહાયની યોજનાના ૦૨, દિવ્યાંગ વ્યક્તિઓને બસમાં મફત મુસાફરી યોજનાના ૧૭, દિવ્યાંગ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ યોજનાના ૦૧, દિવ્યાંગ સાધન સહાય યોજનાના ૧૦૧, પંડિત દિન દયાળ આવાસ યોજનાના ૩૦, પાલક માતા-પિતા યોજનાના ૧૭, પાલક માતા-પિતા અથવા મુખ્યમંત્રી બાળ સેવા યોજનાની દીકરીને લગ્ન સહાય યોજનાના ૦૪, માનવ ગરિમા યોજનાના ૩૫૪, ડો. આંબેડકર આવાસ યોજનાના ૩૧ અને સંત સૂરદાસ સહાય યોજનાના ૦૫ લાભાર્થીઓ મળીને આણંદ જિલ્લામાં કુલ ૧૯૬૮ લાભાર્થીઓને કુલ રૂપિયા ૩૨૨ લાખ કરતા વધારેના લાભો સહાય ગરીબ કલ્યાણ મેળામાં હાથો- હાથ આપવામાં આવશે.

Related posts

Leave a Comment