સરકાર તરફથી માંગરોળ પુરવઠા ગોડાઉન ખાતે ટેકાના ભાવે ઘઉં ખરીદવાની કાર્યવાહી શરૂ

આજથી રજિસ્ટ્રેશન શરૂ,

હિન્દ ન્યૂઝ, માંગરોળ (સુરત)

           સરકાર તરફથી ટેકાના ભાવે ઘઉં ખરીદવાની કાર્યવાહી માંગરોળ પુરવઠા ગડાઉન ખાતે શરૂ કરવામાં આવી છે. જે માટે આજથી રજિસ્ટ્રેશનની કામગીરી શરૂ કરવામાં આવી છે. સરકાર તરફથી ઘઉં નો ભાવ પ્રતિકિવન્ટલ 1975 રૂપિયા જાહેર કરવામાં આવ્યા. આજે તારીખ 16 મી માર્ચ થી તારીખ 31 મી માર્ચ સુધી રજિસ્ટ્રેશન કરવામાં આવનાર છે.આ કામગીરી ગ્રામ પંચાયત કચેરી ખાતે VCE સેન્ટર ઉપર કરવામાં આવશે. આ માટે ખેડૂતોએ ૭/૧૨,૮/અ, વાવેતર અંગે તલાટીનો દાખલો, બેંક પાસ બુક અને આધારકાર્ડ ની ઝેરોક્ષ સાથે લઈ જવાની રહેશે. જે ખેડૂતો રજિસ્ટ્રેશન કરાવશે એમનો જ માલ માંગરોળ તાલુકા મથક ખાતે આવેલા રાજ્યનાં અન્ન અને નાગરિક પુરવઠા નિગમના ગોડાઉન ખાતે ખરીદવામાં આવશે. ઘઉની ખરીદી તારીખ 16 મી માર્ચ થી તારીખ 31 મી મે સુધી કરવામાં આવનાર છે.

રિપોર્ટર : નઝીર પાંડોર, માંગરોળ (સુરત)

Related posts

Leave a Comment