શ્રી ક્રિષ્ના હોસ્પિટલ અને પ્રમુખસ્વામી મેડિકલ કોલેજ, કરમસદ કેમ્પસમાં આરોગ્યતંત્ર દ્વારા સર્વેલન્સ હાથ ધરાયું

હિન્દ ન્યુઝ, આણંદ

    આણંદ જિલ્લામાં ગત દિવસોમાં પડેલ ભારે વરસાદ બાદ ઘણી જગ્યાએ પાણી ભરાવવાના કારણે મચ્છરોનું બ્રીડિંગ જોવા મળેલ છે.

જિલ્લા કલેકટર પ્રવીણ ચૌધરી અને જિલ્લા વિકાસ અધિકારી મિલિંદ બાપનાની સૂચના મુજબ જિલ્લા આરોગ્યતંત્ર દ્વારા જિલ્લાના વિવિધ વિસ્તારો અને ખાનગી હોસ્પિટલો ખાતે સર્વેલન્સ હાથ ધરવામાં આવ્યું છે.

આણંદ જિલ્લામાં પડેલ ભારે વરસાદ બાદ પાણી ભરાઈ રહેવાને કારણે મચ્છરોની ઉત્પત્તિ થતી હોય છે, જેને રોકવા માટે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. દિપક પરમારની આગેવાની હેઠળ જિલ્લા આરોગ્યતંત્રની ટીમો કામ કરી રહી છે.

કરમસદ ખાતેની શ્રી ક્રિષ્ના હોસ્પિટલ અને પ્રમુખસ્વામી મેડિકલ કોલેજમાં કામ કરતા વર્ગ-૪ અને સુપરવાઇઝર કક્ષાના કુલ ૧૨૦ કર્મચારીઓને જિલ્લા મેલેરિયા શાખા અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, કરમસદ દ્વારા વાહક જન્ય રોગચાળા અટકાયતીના તકેદારીના ભાગરૂપે કરવાના થતી કામગીરી બાબતે, મચ્છરોનું બ્રીડિંગ બાબતે સાવચેતી રાખવા અંગેની તાલીમ આપવામાં આવી હતી.

પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ના મેડિકલ ઓફિસર અને તેમની ૦૬ ટીમો દ્વારા કરમસદ ખાતેની શ્રી ક્રિષ્ના હોસ્પિટલ અને પ્રમુખસ્વામી મેડિકલ કોલેજના રેસીડેન્ટ એરીયા અને કેમ્પસ ખાતે સર્વેલંસ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં કુલ ૧૧ સ્થળોએ ૧૨ પાત્રોમાં મચ્છરનું બ્રીડિંગ જોવા મળેલ છે, જે ધ્યાને લઈને ડેન્ગ્યુ નોટિફિકેશન અંતર્ગત જાહેર પબ્લિકના હિતમાં સંસ્થાને મેડિકલ ઓફિસર દ્વારા તકેદારી રાખવા જણાવાયું છે અને પાણી ભરાઈ ના રહે તે જોવા સૂચના પણ આપવામાં આવી છે.

આ ઉપરાંત જિલ્લા આરોગ્ય તંત્રના જણાવ્યા મુજબ આણંદ જિલ્લાની હોસ્પિટલોએ પોતાની હોસ્પિટલો ખાતે અને તેની આસપાસ સ્વચ્છતા રાખવી જોઈએ, પાણી ભરાઈ રહેતા હોય તે દૂર કરવા જોઈએ, જેથી મચ્છરની ઉત્પત્તિ ન થાય તેમ પણ જણાવ્યું છે.

Related posts

Leave a Comment