તા. ૨૫ મી સપ્ટેમ્બર ના રોજ આઈ બી. પટેલ ગુજરાતી પ્રાથમિક શાળા,વલ્લભ વિદ્યાનગર ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજાશે

હિન્દ ન્યુઝ, આણંદ

    સમગ્ર રાજ્યમાં સેવા સેતુ કાર્યક્રમનો ૧૦ મો તબક્કો શરૂ થયો છે, તે મુજબ આણંદ જિલ્લામાં સેવા સેતુ કાર્યક્રમ ગ્રામ્ય વિસ્તારમાં અને શહેરી વિસ્તાર એટલે નગરપાલિકા વિસ્તારમાં યોજવામાં આવી રહ્યા છે.

આ અન્વયે આજે તા. ૨૫ મી સપ્ટેમ્બર ના રોજ વલ્લભ વિદ્યાનગર નગરપાલિકા કક્ષાનો સેવાસેતુ કાર્યક્રમ વલ્લભ વિદ્યાનગર નગરપાલિકાના વોર્ડ નંબર ૦૧ થી ૦૬ માટે આઈ બી. પટેલ, ગુજરાતી પ્રાથમિક શાળા, નાના બજાર, વલ્લભ વિદ્યાનગર ખાતે સવારના ૯-૦૦ કલાકથી સાંજના ૫-૦૦ કલાક સુધી યોજાશે, જેનો લાભ મેળવવા નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા જણાવાયું છે.

રાજ્યના વહીવટમાં પારદર્શિતા વધે તેમ જ પ્રજાની વ્યક્તિલક્ષી રજૂઆતોના ઉકેલની ઝડપ વધે તે માટે તથા રાજ્યના પ્રજાજનોને વ્યક્તિગત સેવાઓ તેમના રહેઠાણના નજીકના સ્થળે તે જ દિવસે પ્રાપ્ત થઈ શકે તેવા ઉમદા હેતુને ધ્યાને લઈ રાજ્ય સરકાર દ્વારા નગરપાલિકા અને તાલુકા કક્ષાએ સેવા સેતુ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યા છે.

આ સેવા સેતુ કાર્યક્રમમાં રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ સહિત ૫૫ જેટલી સેવાઓ નગરજનોને એક જ દિવસે સ્થળ ઉપર જ સેવા સેતુ કાર્યક્રમના માધ્યમથી લાભ આપવામાં આવી રહ્યા છે.

Related posts

Leave a Comment