જામનગર તાલુકાના ખીલોસ અને રણજીતપર ગામે પશુ આરોગ્ય મેળાનું આયોજન કરાયું

જામનગર

    પશુપાલન શાખા, જિલ્લા પંચાયત- જામનગર સંચાલિત સરકારી પશુ દવાખાના- જામનગર તાલુકા દ્વારા ખીલોસ અને રણજીતપર ગામે પશુ આરોગ્ય મેળા (PAM) નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બંને ગામના કુલ 85 પશુપાલક લાભાર્થીઓના 163 પશુઓને મેડિસીન, ગાયનેક, સર્જરીની વિનામૂલ્યે સારવાર આપવામાં આવી હતી. તેમજ પશુપાલકોના કુલ 218 પશુઓ માટે કૃમિનાશક દવાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું.

વધુમાં પશુચિકિત્સા અધિકારી ડો.ડી.બી.ગુર્જર અને ડો.બી.જી.ગોસ્વામી દ્વારા ગામના પશુપાલક લાભાર્થી મિત્રોને નફાકારક પશુપાલન વ્યવસાય અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા. તેમજ FMDCP ના પાંચમા રાઉન્ડ અને આગામી સમયમાં યોજાનાર 21 મી પશુધન વસ્તી ગણતરીના આયોજન વિશે માહિતી આપી તેમાં સહયોગી બનવા અંગે સૂચના આપવામાં આવી હતી. તેમ નાયબ પશુપાલન નિયામક  ડો.તેજસ શુક્લ, જિલ્લા પંચાયત, જામનગર દ્વારા જણાવાયું છે.

Related posts

Leave a Comment