કાલાવડના જશાપર ગામે ગ્રામ્ય કાનૂની સહાય ક્લિનિકનો શુભારંભ, ગ્રામજનોને મળશે સ્થાનિક સ્તરે જ કાનૂની સહાય

હિન્દ ન્યુઝ, કાલાવડ 

       નેશનલ લીગલ સર્વિસ ઓથોરિટી (NALSA) ના આદેશ અનુસાર અને ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના ઉપક્રમે, જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ જામનગરના અધ્યક્ષની સૂચના મુજબ તા. 16/11/2026 થી 14/01/2027 સુધીના 60 દિવસના મેગા ડ્રાઇવ ફેસ-1 પાર્ટ-2 અંતર્ગત કાલાવડ તાલુકાના જશાપર ગામ પંચાયત ખાતે ગ્રામ્ય કાનૂની સહાય ક્લિનિકનો તા. 25/11/2026 ના રોજ શુભારંભ કરવામાં આવ્યો હતો

       કાલાવડના પ્રિન્સિપલ સિવિલ જજ એ.એસ.જાનીના અધ્યક્ષસ્થાને અને જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, જામનગરના સેક્રેટરી એ. એમ. શુક્લા તથા આમંત્રિત મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરીને લીગલ એઈડ ક્લિનિકનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ઉપસ્થિત લોકોને કાનૂની સહાય તથા NALSA ની વિવિધ યોજનાઓ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું

      આ પ્રસંગે કાલાવડ મામલતદાર જે.બી.બાલધા દ્વારા સરકારની વિવિધ યોજનાઓ અંગે લોકોને માર્ગદર્શન આપ્યું હતું. કાલાવડ વકીલ મંડળ બાર એસોસિએશનના પ્રમુખ એસ.વાય.બ્લોચ,કાલાવડ કોર્ટના એ.પી.પી. ડી.ડી. કારીયા તથા કાલાવડ ટાઉન પોલીસ સ્ટેશનના Pi પી.ટી.જયસ્વાલએ લોકોને કાયદા અંગે અને મળવાપાત્ર કાનૂની સહાયની સમજ આપી હતી

       આ કાર્યક્રમમાં કાલાવડ બાર એસોસિએશનના સિનિયર વકીલઓ ડી.આર.પંડ્યા, એચ.એમ.એચ.જુણેજા, અન્ય વિદ્વાન વકીલઓ તથા કથાકાર કે.પી.બાપુ ઉપસ્થિત રહ્યા હતા. જશાપર ગામના સરપંચ ગૌરવભાઈ પાનસુરીયા તથા તલાટી કમ મંત્રીએ આવેલા મહેમાનો અને લોકોનું સ્વાગત કર્યું હતું

      આ કાર્યક્રમમાં ગરીબો,વંચિતો,શોષિતો,વૃદ્ધો, મહિલાઓ તથા બાળકોને લગતી NALSA ની વિવિધ યોજનાઓનો વધુમાં વધુ લાભાર્થીઓને લાભ મળે તે માટે લોકોને જાગૃત કરવામાં આવ્યા હતા

       આ પ્રસંગે જશાપર ગામના લોકો,કોર્ટ સ્ટાફ મિત્રો, પોલીસ કર્મચારીઓ,પત્રકારો અને કાલાવડ બાર એસોસિએશનના તમામ એડવોકેટ મિત્રો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે કાલાવડ બાર એસોસિએશનના સિનિયર તથા જુનિયર તમામ મિત્રો અને કોર્ટ સ્ટાફના કર્મચારીઓએ ખૂબ જ સારો સાથ-સહકાર આપ્યો હતો

       આભારવિધિ એડવોકેટ બી.આર.પંડ્યાએ કરી હતી, જ્યારે સમગ્ર કાર્યક્રમનું સંચાલન ચેરમેન તાલુકા કાનૂની સેવા સમિતિ કાલાવડના માર્ગદર્શન અનુસાર સિનિયર એડવોકેટ જે.બી.લશ્કરી દ્વારા કરવામાં આવેલ.

Related posts

Leave a Comment