હિન્દ ન્યુઝ, રાજકોટ
આઇ.સી.ડી.એસ. વિભાગની આંગણવાડી ખાતેની પૂર્વ પ્રાથમિક શિક્ષણ, પોષણ અને વિશેષ અભિયાનગત કામગીરી સંદર્ભે આંગણવાડી કાર્યકર બહેનોને વિશિષ્ટ તાલીમ આપવામાં આવે છે. જે અન્વયે રાજકોટ જિલ્લામાં આંગણવાડી વર્કરોને તાલુકાવાઈઝ “પૂર્ણા સખી સહ સખી મોડ્યુલ” અંગે તાલીમ આપવામાં આવી રહી છે.
રાજકોટ જિલ્લાના લોધિકા તાલુકા ખાતે ૨૦ ડીસેમ્બરે આઈ.સી.ડી.એસ. વિભાગના આંગણવાડી વર્કર બહેનોને ૨ દિવસની “પૂર્ણા સખી સહ સખી” મોડ્યુલ તાલીમ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. તેમાં “સંકલ્પ” હબ ફોર અમ્પાવરમેન્ટ ઓફ વિમેન યોજનાની ટીમ દ્વારા બાલિકા પંચાયતની કામગીરી વિશે પી.પી.ટી. તેમજ બાલિકા પંચાયત માર્ગદર્શિકા દ્વારા વિસ્તૃત સમજૂતી આપવામાં આવી હતી. આ તાલીમ કાર્યક્રમમા ૫૫ થી વધુ વર્કર બહેનો ઉપસ્થિત રહ્યા હતા.