હિન્દ ન્યુઝ, રાજકોટ
ગુજરાત સરકારના જળ સંપત્તિ અને પાણી પુરવઠા, અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષાને લગતી બાબતોના મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાની દેવપરા માધ્યમિક શાળાના રૂ. ૧૮૦ લાખના ખર્ચે બાંધકામ કરેલા નવીન ભવનનું લોકાર્પણ કરાયું હતું.
ઉલ્લેખનીય છે કે આ શાળામાં સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત ૫(પાંચ) નવા વર્ગખંડોનું બાંધકામ કરાયું છે. હાલ શાળામાં ધો. ૯ અને ધો. ૧૦ના કુલ ૩૯ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. શાળામાં કમ્પ્યુટર લેબ, લેબોરેટરી અને લાઈબ્રેરી, બહેનો-ભાઈઓના અલગ શૌચાલય, વગેરેની સુવિધા ઉપલબ્ધ કરાવાઈ છે. વરસાદી પાણીનો ભૂગર્ભ જળસંચય થઈ શકે, તે હેતુથી રેઈન વોટર હાર્વેસ્ટીંગ સીસ્ટમ પણ તૈયાર કરાઈ છે.