એગ્રીકલ્ચરલ ટેકનોલોજી મેનેજમેન્ટ એજન્સી (આત્મા પ્રોજેક્ટ) તેમજ ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ અંતર્ગત પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ યોજાયો

હિન્દ ન્યુઝ, રાજકોટ

     રાજયભરમાં પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધારવાના આશયથી એગ્રીકલ્ચરલ ટેકનોલોજી મેનેજમેન્ટ એજન્સી (આત્મા પ્રોજેક્ટ) તેમજ ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ અંતર્ગત તરઘડિયા ખાતે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ જીલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી પ્રવિણાબેન રંગાણીની ઉપસ્થિતિમાં યોજાયો હતો.

આ કાર્યક્રમમાં તજજ્ઞો દ્વારા ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ વિશે સમજણ આપવામાં આવી હતી. રાજકોટ જિલ્લાના રાજકોટ, લોધીકા અને પડધરી તાલુકાના અંદાજે ૬૦૦ જેટલા ખેડૂતોએ આ પરિસંવાદમાં હાજર રહીને પ્રાકૃતિક કૃષિ અંગેની મહત્વની જાણકારી મેળવી હતી. ખેડૂતોના સ્ટોલ તેમજ કૃષિ વિભાગના સ્ટોલનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં પ્રાકૃતિક કૃષિ ઉત્પાદિત પ્રદર્શન રાખવામાં આવ્યું હતું.

Related posts

Leave a Comment