સોમપીપળીયા ગામમાં આવેલા પૌરાણિક ઘેલા સોમનાથ મંદિરના વિકાસકાર્યો અંગે ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા કરી

હિન્દ ન્યુઝ, રાજકોટ 

   ગુજરાત સરકારના જળ સંપત્તિ અને પાણી પુરવઠા, અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષાને લગતી બાબતોના મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ વિંછીયા તાલુકાના સોમપીપળીયા ગામમાં આવેલા પૌરાણિક ઘેલા સોમનાથ મંદિરના વિકાસકાર્યો અંગે ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા કરી હતી.

આ તકે કેબિનેટ મંત્રીએ ઘેલા સોમનાથ મંદિરને પ્રવાસન સ્થળ તરીકે વધુ આકર્ષક બનાવવા સૂચનાઓ આપી હતી. તેમજ મંદિરની આજુબાજુના વિસ્તારની મુલાકાત લઈને અને નકશાનું ઝીણવટપૂર્વક નિરીક્ષણ કરીને લાઈટ એન્ડ સાઉન્ડ શોનું આયોજન કરવા, નદીકિનારે ઘાટ બનાવવા, યાત્રાળુઓના રહેવા-જમવાની સુવિધાઓમાં વધારો કરવા સહિતની બાબતો વિશે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

Related posts

Leave a Comment