જસદણ તાલુકાના બાખલવડ ગામમાં આવેલા આલણસાગર ડેમ ખાતે નાની સિંચાઇ યોજના અંતર્ગત લોકાર્પણ

હિન્દ ન્યુઝ, રાજકોટ 

    રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના બાખલવડ ગામમાં આવેલા આલણસાગર ડેમ ખાતે નાની સિંચાઇ યોજના અંતર્ગત રૂ. ૭૦ લાખના ખર્ચે નવનિર્મિત ઇન્સ્પેકશન બંગલાનું લોકાર્પણ કેબિનેટ મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું હતું. આ પ્રસંગે મંત્રીશ્રીએ જસદણ પંથકની જીવાદોરી સમાન આલણસાગર તળાવના નીરનું શાસ્ત્રોક્ત વિધિથી પૂજન-અર્ચન કર્યું હતું તેમજ તેમણે ડેમ અને કચેરીની મુલાકાત લઈને જરૂરી સૂચનો કર્યા હતાં.

હાલ જસદણ-વિંછીયા પંથકમાં કેનાલો પાકી બનાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્ર પટેલ નળ સે જળ, સૌની વગેરે જેવી અનેક યોજનાઓના અમલીકરણથી પીવાનું પાણી અને સિંચાઈનું પાણી અંતરિયાળ વિસ્તાર સુધી પહોંચાડવા પ્રયાસશીલ છે. ત્યારે રાજયસરકારની ગુજરાતને પાણીદાર બનાવવાની નેમ પૂરી થઈ રહી છે.

ઉલ્લેખનીય છે કે આલણસાગર ડેમનું મરામત અને જાળવણી કામ અંદાજે રૂ. ૨૦૦ લાખના ખર્ચે કરાયું છે. જસદણ, બાખલવડ, ગઢડીયા, શિવરાજપુર, નાની લાખાવડ, ચિતલીયા, પોલાણપર એમ કુલ ૦૭ ગામોના લોકો અને ૧૨૦૦થી વધુ ખેડૂતો આણલસાગર ડેમનો લાભ લઈ રહ્યા છે. આ ડેમમાં ૪૯૬ M.C.F.T. જેટલો પાણીનો સંગ્રહ થઈ શકે છે.

Related posts

Leave a Comment