જામનગર વન વિભાગ દ્વારા ચિલ્ડ્રન હોમના બાળકોને અર્બન વાઈલ્ડ લાઈફ સેન્ટર ઠેબાની મુલાકાત કરાવાઈ

વિશ્વ વન્યજીવ દિવસની ઉજવણી

હિન્દ ન્યુઝ, જામનગર

     3 માર્ચ એટલે કે વિશ્વ વન્યજીવ દિવસની ઉજવણીના ભાગરૂપે જામનગર વન વિભાગના જામનગર રેન્જ સ્ટાફ દ્વારા ચિલ્ડ્રન હોમના બાળકોને અર્બન વાઈલ્ડ લાઈફ કન્ઝર્વેશન ચેલેન્જીસ પર વક્તવ્ય આપી વન્ય જીવન અને વન સંપદા વિશેની વિગતવાર સમજ અપાઈ હતી અને આપણી આસપાસ વસતા વન્યજીવોની સારવાર અને ચિકિત્સા પદ્ધતિ વિશે પણ બાળકોને વિસ્તારપૂર્વક માહિતગાર કરાયા હતા.

આપણે કઈ રીત વન્ય જીવોને તથા પર્યાવરણને મદદરૂપ થઈ શકીએ તે બાબતે સમજ અપાઈ હતી. બાળકો નજીકથી વન વૈભવને જાણી શકે તે હેતુથી જામનગર વન વિભાગની ઠેબા ખાતે આવેલ અર્બન વાઈલ્ડ લાઈફ ઈન્ફર્મરી એન્ડ ટ્રીટમેન્ટ સેલ સ્થળની પણ આ બાળકોને મુલાકાત કરાવાઈ હતી.

 

 

 

 

Related posts

Leave a Comment