બોટાદના વિવિધ ગામોમાં મહિલાઓ માટે મતદાન જાગૃતિ કાર્યક્રમોની હારમાળા

હિન્દ ન્યુઝ, બોટાદ

     લોકસભા ચૂંટણી-2024 અન્વયે બોટાદ જિલ્લામાં તમામ બોટાદવાસીઓ તથા ખાસ કરીને મહિલાઓમાં મતદાન અંગે જાગૃતિ આવે તે માટે ચૂંટણી તંત્ર દ્વારા અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જે અન્વયે જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા નોડલ TIP અક્ષય બુડાનિયાનાં માર્ગદર્શન હેઠળ મહિલાઓ માટે મતદાન જાગૃતિ માટેનાં વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યાં છે. વિવિધ ગામોમાં મહિલાઓને મતદાન કરવા માટે પ્રેરિત કરતાં કાર્યક્રમો યોજાયા હતા જેમાં મોટી સંખ્યામાં મહિલાઓએ ભાગ લીધો હતો. કાર્યક્રમમાં મહિલાઓએ સહપરિવાર મતદાનનાં મંત્ર સાથે અન્ય લોકોને પણ મતદાન કરવા પ્રેરિત કરવાનો સંકલ્પ લીધો હતો.

Related posts

Leave a Comment