હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ
કેન્દ્રના સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય દ્વારા “સમાજિક ઉત્થાન રોજગાર આધારીત જન કલ્યાણ” (SU-RAJ) અંર્તગત આગામી તા.૧૩ માર્ચના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં શ્રી રામ ઓડીટોરીયમ સોમનાથ ખાતે યોજાનાર કાર્યક્રમના સુચારૂ આયોજન અંતર્ગત પ્રાંત અધિકાર વિનોદ જોષીના અધ્યક્ષ સ્થાને પ્રાંત કચેરી કોન્ફરન્સ હોલ વેરાવળ ખાતે મિટીંગ યોજાઈ હતી.
જેમા પ્રાંત અધિકારીએ શ્રી રામ ઓડીટોરીયમ સોમનાથ ખાતે વડાપ્રધાનની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં pm-(SU-RAJ) કાર્યક્રમમાં, વીજળી પુરવઠો, પાણીની વ્યવસ્થા, તેમજ બેઠક વ્યવસ્થા, લાભાર્થીઓની વ્યવસ્થા વગેરે વ્યવસ્થાઓ અંગે શીર્ષ અધિકારીઓ સાથે ચર્ચા કરવામાં આવી હતી. અને સુચારૂ આયોજન અંતર્ગત અધિકારીઓને માર્ગદર્શિત કર્યા હતા.
ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાનની વર્ચ્યુઅલ ઉપસ્થિતિ તેમજ અમદાવાદ ખાતે મુખ્યમંત્રીની પ્રેરક ઉપસ્થિતિમાં વંચિત સમુદાયોના લાભો આપવા માટે pm-(SU-RAJ) પોર્ટલ થકી ક્રેડિટ સપોર્ટ કાર્યક્રમ યોજાશે.
આ તકે સમાજ કલ્યાણ અધિકારી શાકયસિંહ ચાવડા, આરોગ્ય અધિકારી અરુણ રોય, આર એન્ડ બી, નગરપાલીકા સહિતના સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.