ગીર-સોમનાથ જિલ્લામાં આજથી બોર્ડની પરીક્ષાઓનો શાંતિપૂર્ણ માહોલમાં પ્રારંભ

હિન્દ ન્યુઝ, ગીર-સોમનાથ 

   ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજથી શરૂ થયેલી ધોરણ- ૧૦ (SSC) અને ૧૨ (HSC) ની પરીક્ષાઓનો પ્રારંભ કરાયો છે. ત્યારે ગીર-સોમનાથ જિલ્લામાં વિવિધ પરીક્ષા સ્થળો ખાતેથી અધિકારીઓ અને મહાનુભાવોના હસ્તે વિદ્યાર્થીઓને પુષ્પ, તિલક અને મોં મીઠું કરાવીને પરીક્ષા કેન્દ્રો ખાતે પ્રવેશ કરાવ્યો હતો.

જિલ્લામાં આદિત્ય બિરલા સ્કુલ વેરાવળ ખાતેથી જિલ્લા શિક્ષણ અધિકારી એમ.પી.બોરીચા અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અશોક પટેલ સહિતના અધિકારીઓએ વિદ્યાર્થીઓને ગુલાબનું ફૂલ અને મોં મીઠું કરાવીને પરીક્ષા કેન્દ્ર ખાતે પ્રારંભ કરાવ્યો હતો. જેમાં જિલ્લામાં ધો.૧૦ માં ૧૩૮૦૯ અને ધો.૧૨ માં ૫૧૨૦ વિદ્યાર્થીઓએ શાંતિપૂર્ણ માહોલમાં બોર્ડની પરીક્ષાઓ આપી હતી.

ઉલ્લેખનીય છે કે, બાળકો શાંતિપૂર્ણ અને તણાવ વગર પરીક્ષા આપી શકે તે માટે કલેકટર ડી.ડી. જાડેજાના માર્ગદશન હેઠળ જિલ્લા વહીવટી તંત્રએ જિલ્લામાં વર્ગ-૧ અને વર્ગ-૨ના ૫૬ અધિકારીઓની નિયુકિત કરાઈ છે. તેમજ વિદ્યાર્થીઓ સમયસર પરીક્ષામાં પહોચી શકે તે માટે એસ.ટી.વિભાગે એસ.ટી.બસોની વ્યવસ્થાઓ અને કોઈ વિદ્યાર્થી ટ્રાફિકમાં ફસાય તો ૧૦૦ નંબર પર સંપર્ક કરીને મદદ લઈ શકે તે મુજબની જિલ્લા વહીવટીતંત્ર દ્વારા વ્યવસ્થાઓ કરાઈ હતી.

 

Related posts

Leave a Comment