ગીર-સોમનાથ જિલ્લાની સરકારી કચેરીઓની ૨૦૦ મીટરની ત્રિજયામાં આવતા વિસ્તારોમાં વિવિધ પ્રતિબંધો ફરમાવતુ જાહેરનામુ બહાર પડાયું

હિન્દ ન્યુઝ, ગીર-સોમનાથ

 ગીર સોમનાથ જિલ્લામાં આવેલ સરકારી કચેરીઓ સામે સંસ્થાઓ, લોકો તેમની માંગણીના કારણો દર્શાવી ઉપવાસ/ધરણા/દેખાવો/રેલી/આત્મવિલોપન/સુત્રોચ્ચાર કરે છે. અને સરકારી કચેરીનાં પરિસરમાં તેમજ તેની આસપાસમાં બેસી જવાથી સફાઈના પ્રશ્નો ઉપસ્થિત થાય છે. ઘોંઘાટ થાય છે. સરકારી કચેરીઓમાં રોજીદી કાર્યવાહીમાં રૂકાવટ ઉભી થતી હોય છે. જેથી ફોજદારી કાર્યરીતિ અધિનિયમ-૧૯૭૩ ની કલમ-૧૪૪ અન્વયે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ શ્રી આર.જી.આલ દ્વારા જિલ્લાની સરકારી કચેરીઓની ૨૦૦ મીટરની ત્રિજયામાં આવતા વિસ્તારોમાં પ્રતિબંધ મુકવાનુ જાહેરનામુ બહાર પાડવામાં આવ્યુ છે.

જેમાં સમગ્ર જિલ્લામાં આવેલ તમામ સરકારી કચેરીઓની પ્રિમાઈસીસની ૨૦૦ મીટરની ત્રિજયામાં કોઈ વિસ્ફોટક પદાર્થ અથવા આગ લાગે તેવા પદાર્થો સાથે રાખવા નહી. ચાર કે તેથી વધુ માણસોએ ભેગા થવું નહી કે સરકારી કચેરીમાં અતિક્રમણ કરવું નહી. કોઈએ ઉપવાસ/ધરણા ઉપર બેસવું નહી. તેમજ જાહેર સુલેહ-શાંતિ જોખમાય તેવા સુત્રોચ્ચાર કરવા નહી.

તદુપરાંત કોઈ પણ વ્યકિતએ લાઠી અગર ઈજા થાય તેવા હથિયાર સાથે સરકારી કચેરીમાં પ્રવેશ કરવો નહી. અને સરકારી કચેરી આસપાસ કે સરકારી કચેરીના પરીસરમાં ગંદકી/કચરો કરવો નહી. આ જાહેરનામુ તા.૯ માર્ચથી દિવસ-૬૦ સુધી (બન્ને દિવસો સહિત)અમલમાં રહેશે. આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યકિત ભારતીય દંડ સંહીતાની કલમ-૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર થશે.

 

Related posts

Leave a Comment