જિલ્લા રોજગાર કચેરી ભુજ દ્વારા થલસેનાની લેખિત કસોટીની પૂર્વ તૈયારી માટે ૧૫ દિવસીય તાલીમ વર્ગનું આયોજન

હિન્દ ન્યુઝ, ભુજ

        કચ્છ જિલ્લાના યુવાનોને સંરક્ષણદળમાં કારકિર્દી ઘડતરની ઉજ્જવળ તક મળી રહે તેવા હેતુસર ઓક્ટોબર-૨૦૨૨માં રાજકોટ ખાતે યોજાયેલ થલસેના ભરતી રેલી અંતર્ગત લેખિત કસોટી માટે એડમીટ કાર્ડ મેળવેલ તમામ ટ્રેડના ઉમેદવારોને લેખિત કસોટીની પૂર્વ તૈયારી માટે ૧૫ દિવસીય તાલીમ વર્ગનું આયોજન કરવામાં આવનાર છે.

જેમાં લેખિત કસોટીની પરીક્ષા પદ્ધતિ અને અભ્યાસક્રમ મુજબ વિષય તજજ્ઞો દ્વારા માહિતી અને માર્ગદર્શન તેમજ સંદર્ભ સાહિત્ય આપવામાં આવશે. તાલીમ વર્ગમાં જોડાવા ઈચ્છુક ઉમેદવારોએ થલસેના ભરતી કાર્યાલય દ્વારા મેળવેલ એડમીટ કાર્ડની નકલ કચેરીના WHATSAPP NO ૯૯૧૩૪ ૫૬૦૧૨ પર મોકલાવી અથવા રૂબરૂ જિલ્લા રોજગાર વિનિમય કચેરી રૂમ નં-૧૦૨/૧૦૩, બહુમાળી ભવન-ભુજ ખાતે દિન 3 માં મોકલવાની રહેશે. વધુ વિગત માટે રોજગાર સેતુ હેલ્પલાઇન નંબર ૬૩૫૭૩૯૦૩૯૦ પર સંપર્ક કરી શકાશે તેવું રોજગાર અધિકારી ભુજ કચ્છની અખબારીયાદીમાં જણાવાયું છે.

Related posts

Leave a Comment