રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુના હસ્તે ડાંગ જિલ્લાના વઘઈ તાલુકાના શ્રીમતી સંગીતાબેન દેશમુખનું બહુમાન

હિન્દ ન્યુઝ, દિલ્હી 

     કેન્દ્ર સરકારના જળ શક્તિ મંત્રાલય દ્વારા નવી દિલ્હી ખાતે આયોજિત ‘જલ મહોત્સવ – 2026’માં ડાંગ જિલ્લાએ રાષ્ટ્રીય ફલક પર સિદ્ધિ હાંસલ કરી; ડાંગના વઘઈ તાલુકાના ઘોડવહળ ગામની પાણી સમિતિના સભ્ય શ્રીમતી સંગીતાબેનને માન. રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુના હસ્તે પ્રશંસાપત્ર આપી સન્માનિત કરાયા.

ડાંગના શ્રીમતી સંગીતાબેનને ગ્રામીણ વિસ્તારોમાં ‘જલ જીવન મિશન’ હેઠળ શુદ્ધ પાણી પૂરું પાડવાના અભિયાનમાં “FTK આધારિત પાણીની ગુણવત્તાની દેખરેખ”માં ઉત્કૃષ્ટ કાર્ય કરવા બદલ સન્માનિત કરાયા.

આ પ્રસંગે માન. રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ જળ સંરક્ષણમાં સેલ્ફ-હેલ્પ ગ્રુપ્સ અને મહિલાઓની ભૂમિકાને બિરદાવતા ‘જલ મહોત્સવ’ને એક જન આંદોલન ગણાવ્યું.

Related posts

Leave a Comment