બારડોલી ખાતે પી.એમ કિસાન ઉત્સવ દિન નિમિત્તે કૃષિ મેળો અને પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ યોજાયો

હિન્દ ન્યુઝ, બારડોલી

     આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ અને ગુજરાત પ્રાકૃતિક વિકાસ બોર્ડના સંયુક્ત ઉપક્રમે બારડોલી સ્થિત પ્રજાપતિ સમાજની વાડી, ગાંધી રોડ ખાતે પી.એમ કિસાન ઉત્સવ દિન નિમિત્તે તા.પંચાયત પ્રમુખ જમનાબેન રાઠોડની ઉપસ્થિતિમાં પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ તેમજ મિલેટ મેળાનું આયોજન કરાયું હતું. જેમાં પોષણ પ્રદાન મિલેટસ ધાન્યોના ઉપયોગ માટેની જાગૃતતા વધારવા તથા ખેડૂતોને પ્રાકૃતિક કૃષિનું મહત્વ સમજાવી ગાય આધારિત ખેતી તરફ વાળવાના ઉદ્દેશથી ખેડૂતોને કૃષિ અને કૃષિ સંલગ્ન વિવિધ વિભાગોના સ્ટોલ દ્વારા ખેડૂતોને નવીન માહિતી અને માર્ગદર્શન પૂરૂ પાડવામાં આવ્યું હતું.

વિશેષત: બારડોલી તાલુકાના ૫૪૬૩ ખેડૂતોના બેંક ખાતામાં કિસાન સન્માન નિધિના ૨૨મા હપ્તાની સહાયરાશિ (પ્રત્યેકને રૂ.૨૦૦૦) જમા કરવામાં આવી હતી.

Related posts

Leave a Comment