બાગાયત વિભાગ, બોટાદ દ્વારા “પોષણ અભિયાન” અંતર્ગત નાની વાવડી ગામ ખાતે મહિલાઓ માટે તાલીમ વર્ગ યોજાયો

હિન્દ ન્યુઝ, બોટાદ

સ્વસ્થ અને પોષણક્ષમ રાષ્ટ્રનાં નિર્માણ માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા તા.૦૮ માર્ચ ૨૦૧૮નાં રોજ દેશવ્યાપી પોષણ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જે અન્વયે દર સપ્ટેમ્બર માસમાં “પોષણ અભિયાન”ની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે નાયબ બાગાયત નિયામકની કચેરી, બોટાદ દ્વારા રાણપુર તાલુકાના નાની વાવડી ગામે મહિલા વૃતિકા યોજના અંતર્ગત ગામના ૨૭ જેટલા બહેનોને બે દિવસીય ફળ પરીક્ષણ અને કેનિંગ વિશે તાલીમ આપવામાં આવી હતી. જેમાં મહિલાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

તાલીમમાં મિક્સ શાકભાજીનું અથાણું, મિક્સ ફ્રૂટનો જામ, ટુટી ફ્રૂટી, ટામેટાનો કેચઅપ, ટોપરાના લાડુ વગેરે બનાવટો સ્થળ પર બનાવી બહેનો પોતાની જાતે પણ આવું પોષ્ટીક અને વિટામિન તેમજ ખનીજ તત્વોથી ભરપૂર વ્યંજનો બનાવે અને પગભર થાય એવા આશયથી તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં એમ.એન.રાઠોડ બાગાયત નિરીક્ષક તથા પી.એચ.શિયાળીયા બગાયત મદદનીશ દ્વારા તાલીમાર્થીઓને યોજનાને અનુરૂપ માહિતી અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતમાં “એક નવી શરૂઆત પોતાનાથી” એવા નારા સાથે પ્રમાણપત્ર અને કેનીંગ બુકનું વિતરણ કરવામાં આવ્યું હતું તેવું નાયબ બાગાયત નિયામકની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Related posts

Leave a Comment