હિન્દ ન્યુઝ, ગાંધીનગર
“મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના” હેઠળ સહાય મેળવવાની પાત્રતાના નિયમોમાં મહત્ત્વપૂર્ણ સુધારો કરીને રાજ્યની વધુમાં વધુ પાંજરાપોળ-ગૌશાળાને આ યોજના હેઠળ આવરી લેવાનો નિર્ણય કરાયો; આગામી નાણાકીય વર્ષ એટલે કે તા. 01-04-2026થી જે સંસ્થાઓની પબ્લિક ટ્રસ્ટ એક્ટ હેઠળ તા. 30-06-2025 સુધીમાં નોંધણી થયેલી હશે, તેવી તમામ ગૌશાળા-પાંજરાપોળો આ સહાય મેળવવા માટે પાત્ર ગણાશે.
રાજ્ય સરકારના આ નિર્ણયથી 100થી વધુ નવી સંસ્થાઓને અંદાજે ₹10 કરોડની વધારાની સહાય મળશે; માત્ર ત્રણ જ વર્ષમાં રાજ્યની 1600 સંસ્થાઓના 4.50 લાખથી વધુ પશુઓ માટે ₹1,364 કરોડની સહાય ચૂકવાઈ – પશુપાલન મંત્રી જીતુભાઈ વાઘાણી
