હિન્દ ન્યુઝ, મહુવા
મહુવા તાલુકા મથકે પી.એમ. કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ધારાસભ્ય મોહનભાઈ ઢોડીયાની અધ્યક્ષતામાં કિસાન ઉત્સવ દિવસની ઉજવણી કરાઈ હતી. કાર્યક્રમમાં વિવિધ વિભાગોના સ્ટોલ્સમાં ખેડૂતોને કૃષિ ક્ષેત્રે નવી ટેકનોલોજી, સરકારની ખેડૂતલક્ષી યોજનાઓ તથા આધુનિક ખેતી પદ્ધતિઓ અંગે માહિતગાર કરવા કૃષિ પ્રદર્શન યોજાયું હતું.
આ પ્રસંગે પી.એમ. કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આસામના ગૌહાટીથી વર્ચ્યુઅલ માધ્યમથી ખેડૂતોના ખાતામાં ૨૨મા હપ્તાની સહાય રકમ DBT મારફતે જમા કરવામાં આવી હતી, જેનું લાઈવ પ્રસારણ પણ ઉપસ્થિત લોકોએ નિહાળ્યું હતું.
વિશેષરૂપે મહુવા સ્થિત અસ્મિતા ભવનમાં આયોજિત આ કાર્યક્રમમાં મહુવા તાલુકાના કુલ ૨૧,૯૩૭ ખેડૂતોને રૂ.૪,૩૮,૭૪,૦૦૦ ની સહાય DBT મારફતે તેમના બેંક ખાતામાં જમા કરવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં તાલુકા પંચાયતના પદાધિકારીઓ, જિલ્લા તથા તા. પંચાયતના સભ્યો, વિવિધ વિભાગોના અધિકારીઓ, કૃષિ વૈજ્ઞાનિકો તેમજ મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.
