દિયોદરમા કોરોના રસી લઈને લાંબી કતારો, મહામારી ની ભીષણ સ્થિતિમાં રસીકરણમા લોકોમાં જાગૃતિ

હિન્દ ન્યૂઝ, દિયોદર

  કોરોના ની મહામારી વચ્ચે દિયોદર મા કોરોના વેકેશીન લઈને ભારે ઉત્સુકતા જોવા મળી તો લાંબી કતારો મા લોકો રસીકરણ મા જોડાયા, દિયોદર મા કોરોના નો કહેર વચ્ચે લોકોમાં કોરોના વિરુધ વેકેશીન માટે લોકોમાં ભારે ભીડ જોવા મળી રહી છે, તો કોરોના રસી લેવા ઓનલાઈન રજીસ્ટર થયેલ લોકોને આરોગ્ય વિભાગ દ્વારા રસી ડોઝ આપવા મા આવ્યો હતો. દિયોદર શાળા નંબર – ૨માં ૪૫ થી ૬૦ વર્ષ સુધીના લોકોએ રસી લેવા સવારે સાડા આઠ વાગ્યે થી લાઇનોમાં ઉભા રહ્યા હતા, આરોગ્ય વિભાગ દ્વારા બપોરે ૧૨ વાગ્યા પછી રસી ની વયવસ્થા થતાં લોકોએ પ્રથમ અને બીજા તબક્કા ની રસી ડોઝ લીધા હતા. જેમાં ૬૦ વર્ષ ના વૃધ્ધો નો ની સંખ્યા વધુ જોવા મળી હતી, જેમાં વૃધ્ધ મહિલાઓ એ રસી લીધી હતી.

     દિયોદર મા કોરો ના વિફરતા આખરે લોકોને રસી કરણ સમજાયું કે કોરોના સામે એક માત્ર રસી ના ડોઝ થી સુરક્ષા મળી શકે છે ત્યારે દિયોદર ના બે સેન્ટરોમાં કોરોના વેકેશીન માટે લોકોની ભારે ભીડ જોવા મળી હતી, ત્યારે શાળા નંબર ૨,૧૦ ખાતે ઓનલાઈન રજીસ્ટર કરાતા અને 100 લોકોને રસી મળી શકી હતી. તો આવતી કાલે હાલની પરિસ્થિતિ ને ધ્યાને લઈ લોકો રસી કરણ માટે મોટી સંખ્યા હાજર રહે તો નવાઈ નહીં. દિયોદર આરોગ્ય વિભાગ દ્વારા રસી આપવામાં આવતા પ્રથમ અને બીજા ડોઝ ની લોકોએ રસી લીધી હતી.

અહેવાલ : પ્રદિપસિંહ વાઘેલા, દિયોદર

Related posts

Leave a Comment