દિયોદર રસીકરણ કેન્દ્ર પર વેક્સિન ની અછત લોકો વેક્સિન લીધા વિના પરત ફર્યા

હિન્દ ન્યૂઝ, દિયોદર

ગુજરાત રાજ્ય સહિત બનાસકાંઠા જિલ્લા માં કોરોના વાઈરસ ની ગંભીર મહામારી ચાલી રહી છે. જેમાં સરકાર દ્વારા દરેક લોકો ને ફરજીયાત વેક્સિન લેવા માટે આહવાન કરે છે પરંતુ હવે વેક્સિન ની અછત સર્જાતા લોકો વેક્સિન લીધા વિના પરત ફરી રહ્યા છે. દિયોદર ખાતે દરેક લોકોને ફરજીયાત વેક્સિન લેવા માટે આહવાન કરવામાં આવ્યું હતું પરંતુ ઘણા સમય થી લોકો વેક્સિન લેવા માટે કચવાટ કરતા હતા પરંતુ પરિસ્થિતિ વધુ બેકાબુ થતા લોકો માં જાગૃતા આવી છે અને હવે વેક્સિન લેવા ઉમટી પડ્યા છે જ્યારે આવા સમયે છેલ્લા 5 દિવસ થી વેક્સિન ની અસત જોવા મળી આવી છે. આજે દિયોદર રસીકરણ કેન્દ્ર આગળ લોકો અને વૃદ્ધ વેક્સિન લેવા આવી પોહચ્યા હતા પરંતુ વેક્સિન ન હોવાથી વિના મોઢે અનેક લોકો પરત ફર્યા હતા આ બાબતે બ્લોક હેલ્થ ઓફિસર બ્રિજેશ વ્યાસે જણાવેલ કે ગત દિવસે 800 થી વધુ લોકો ને વેક્સિન આપવામાં આવી છે હાલ સ્ટોક નથી સ્ટોક આવી જશે એટલે તમામ લોકો ને વેક્સિન આપવામાં આવશે.

અહેવાલ : પ્રદિપસિંહ વાઘેલા, દિયોદર

Related posts

Leave a Comment