હિન્દ ન્યૂઝ, નડિયાદ
આજરોજ નડિયાદના સિવિલ હોસ્પિટલમાં કોંગ્રેસ ના આગેવાનો દ્વારા મુલાકાત લઇ અને નડિયાદના તથા આજુબાજુના લોકોને ઝડપથી આવેલ દર્દીઓને દાખલ કરી ઓક્સિજનની જરૂર હોય તો ઓક્સિજન આપી વેન્ટિલેટર પર હોય તો વેન્ટિલેટર વ્યવસ્થા કરી તથા જેને ઇન્જેક્શન ની જરૂર હોય તેઓને સમયસર સારવાર મળી રહે તે માટે મહુધાના ધારાસભ્ય ઇન્દ્રજીતસિંહ પરમાર, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેશભાઈ ઝાલા તથા નડિયાદ શહેર કોંગ્રેસ પ્રમુખ હાર્દિક ભટ્ટ અને નડિયાદ શહેર કોંગ્રેસ મહામંત્રી એસ.કે બારોટ બધાએ સાથે મળી ને લોકોને ઝડપથી સારવાર મળી રહે તે અંગે ખેડા જિલ્લા ની નડીઆદ મા આવેલ સિવિલ હોસ્પિટલ ના ઉચ્ચતર અધિકારી ઓ સાથે મળી રજૂઆત કરવામાં આવી હતી.
રિપોર્ટર : પ્રતિક ભટ્ટ, નડિયાદ