દિયોદર,
જન્માષ્ટમી નાં પાવન પ્રસંગે દિયોદરના મખાણું ગામે વિચરતા સમુદાય સમર્થન મંચ અને ગ્રામજનોની લોકભાગીદારી થી મહકાળી માતાજીનાં મંદિરે ૩૦૦૦ વૃક્ષો જેવાકે લીમડો, રાયણ, પીપળો, બોરસલી, ઉમરો જેવા વૃક્ષો રોપવામાં આવ્યાં હતાં. આ કાર્યક્રમમાં ગામના તમામ યુવાનો સાથે મળી વૃક્ષારોપણ કર્યુ હતુ. આ કાર્યક્રમમાં સંસ્થા નાં બનાસકાંઠા જીલ્લા સંયોજક નારણ રાવળ હાજર રહીને માર્ગદર્શન પુરુ પાડયુ અને મખાણું ગ્રામપંચાયત ના ઉત્સાહી સરપંચ ભાણાભાઈ એ સૌને સાથે રાખીને વૃક્ષારોપણ કરાવ્યું હતુ. આ પ્રસંગે બનાસડેરી ના મંત્રી જયરામભાઈ , ચૌધરી, વજાભાઇ વકીલ, દરઘાભાઈ, ચૌધરી મુળાભાઈ, ચૌધરી અશોકભાઈ, ચૌધરી કલાભાઈ, ચૌધરી પ્રાગરાભાઈ, વજીર મોહનભાઇ, ચૌધરી હમીરભાઈ તથા મખાણું ગામના યુવાન મિત્રો પર્યાવરણ પ્રેમીઓ જોડાયા હતા. વૃક્ષો વાવી સંસ્થા અને ગ્રામજનોએ ૩ વર્ષ ઉછેર કરવાની જવાબદારી લીધી હતી.
આ વૃક્ષો ની માવજત કરવા માટે ગામનાં પરાગભાઇની વૃક્ષમિત્ર તરીકે નિમણુક કરાઇ હતી. એમને સંસ્થા અને ગ્રામજનો દ્ધારા માસિક સેવક સહાય ચુકવાશે. રસપ્રદ વાત એ છે કે આ વૃક્ષા રોપણ કરવાનું vssm ના સચિવ મિત્તલબેન પટેલ દ્વારા ગ્રામપંચાયત ના સરપચ ભાણાભાઇ ને જાણ કરેલ કે અમારી સંસ્થા થકી તમારા ગામમાં વૃક્ષારોપણ નું આયોજન કરવાનું છે પણ અમારી શરત એ કે તમે લોકભાગીદારી કરો તો કરીએ જો કે ગામ નાનું હોવાથી આર્થિક મદદ ગ્રામપંચાયત જોડે હતી નહિ તેથી સોસીયલ મીડિયા વોટસેપના માધ્યમ થી વૃક્ષારોપણ કરવાના સ્થળે ફેન્સીગ વાડ કરવું જરૂરી હોવાથી તેની જાણ ગામના ગ્રુપમાં કરેલ અને આર્થિક મદદ માટે અપીલ કરાઇ અને ગામનાં યુવાનોએ ઉત્સાહ સાથે પોતાની યથા શક્તિ મુજબ ફાળો લખાવ્યો અને આ કાર્ય સફળતા પુવૅક આજે સૌ ગ્રામજનોની હાજરીમાં આ રુડો વૃક્ષયજ્ઞ પુણૅ થયો આં વૃક્ષો ને ઉછેર કરવાનો સંકલ્પ સૌ એ લીધો.
રિપોર્ટર : પ્રદિપસિંહ વાઘેલા, દિયોદર