દિયોદર તાલુકાના ભેંસાણા ગામના ચૌધરી પરિવાર દ્વારા 2 લાખનું દાન કરાયું

દિયોદર, 

              વર્તમાન સમયમાં વિવિધ સેવાભાવી સંસ્થાઓ દ્વારા ગાયો માટે ગૌશાળાઓમાં દાન કરવામાં આવતું હોય છે. ત્યારે દિયોદર તાલુકા ના ભેસાણા ગામના ચૌધરી પરિવાર દ્વારા બે લાખ સતર હજાર સો રૂપિયાનું વિવિધ સંસ્થાઓમાં દાન કરવામાં આવ્યું છે..સ્વ.કરમાબેન રાણાજી તરક (ચૌધરી) રહે. ભેંસાણા તા. દિયોદર તાજેતરમાં સ્વર્ગસ્થ થતા તેમને સમાજના રીતરિવાજ મુજબ વિધિ કરી લોકીક ક્રિયા કરવામાં આવી હતી. સાથે સાથે સામાજિક રીતરિવાજ મુજબ પ્રસંગ કરી અને એક નવો રાહ સમાજ ને મળે તે દિશા માં આ પરિવારે પહેલ કરી હતી.આ પરિવારના મોભી ભુતાજી રાણાજી તરક એ વિવિધ સંસ્થાઓમાં 1,51,000 રૂ. સંતશ્રી રાજેશ્વર સમાજ સેવા મંડળ ભેંસાણા, 25000 રૂ. સંતશ્રી સદારામ ગૌ.શાળા આશ્રમ ભેંસાણા, 25000 રૂ. અન્નક્ષેત્ર સેવા ટ્રસ્ટ દિયોદર,11000 રૂ. ગૌ સેવા ટ્રસ્ટ લીંબાઉ, 5100 રૂ. દિયોદર ભારત વિકાસ પરિષદ, ને એમ મળી કુલ 2,17,100 રૂ.નું દાન કર્યું છે .

વધુ માં આપ ને જણાવી દઈએ તો દિયોદર તાલુકા ના ભેંસાણા ગામ ની આજુબાજુ ના ચોવીસ ગામના મારવાડી પટેલ સમાજમાં મરણ પ્રસંગે મૃત્યુભોજન બંધ છે. તેમજ મરણ પ્રસંગે થતા વ્યસ્ત ને પણ તિલાંજલી આપી છે. વ્યસન મુક્ત આ ગામડા ના મારવાડી સમાજના ચૌધરી પરિવારો બન્યા છે. મરણ પ્રસંગે મૃત્યુભોજ પ્રથા બંદ કરી ગૌ શાળા તેમજ અન્ય સંસ્થાઓમાં સેવાકીય પ્રવુતિ માં ચૌધરી પરિવારો દાન કરી રહ્યા છે. સમાજની ગુરુગાદી શિકારપુરા ના મહંત દ્વારા પણ સમાજને મૃત્યુ પાછળ કરવામાં આવતા ખર્ચા બંધ કરી એ રકમ દીકરીઓ ને ભણાવવા પાછળ ઉપીયોગી થાય તે માટે વિવિધ સંસ્થાઓમાં દાન કરવાનું સુચન કરે છે.આ ચૌધરી (મારવાડી સમાજ ) પરિવાર દ્વારા લેવાયેલો નિર્ણય સમાજ હિત માટે ઉત્તમ નિર્ણય કહી શકાય છે. આવા સમય માં આ નિર્ણય અન્ય સમાજ માટે ઉદાહરણ રૂપી રહેશે.

અહેવાલ : પ્રદિપસિંહ વાઘેલા, દિયોદર

Related posts

Leave a Comment