દિયોદર ના ચમનપુરા ગામે જુગાર રમતા 7 શકુની પોલીસ ના હાથે ઝડપાયા

દિયોદર,

દિયોદર તાલુકા માં દિન પ્રતિદિન પોલીસ તંત્ર દ્વારા શ્રાવણ મહિના માં જુગાર રમતા ઈસમો સામે લાલઆંખ કરવામાં આવી રહી છે જેમાં દિયોદર તાલુકા ના ચમનપુરા ગામે તીનપતિ નો જુગાર રમતા 7 શકુની ને પોલીસે ઝડપી પાડ્યા છે. જાણવા મળતી માહિતી મુજબ દિયોદર પોલીસ ટિમ પેટ્રોલિંગ માં હતી તે સમય ખાનગી બાતમી મળેલ કે ચમનપુરા ગામ ની સિમ માં અમુક લોકો એકઠા થઇ તીનપતિ નો જુગાર રમી રહા છે, તેવી બાતમી ના આધારે દિયોદર પોલીસ દ્વારા સ્થળ પર રેડ પાડવામાં આવતા તીનપતિ નો જુગાર રમતા (૧)સોમાભાઈ મેવાભાઈ પરમાર (૨) બળવંતજી બાજુજી ઠાકોર (૩) કાલુજી રવાજી ઠાકોર (૪) રમેશ અમરતલાલ ઠક્કર (૫) પુનાજી રવાજી ઠાકોર (૬) ભગાજી ચમનાજી ઠાકોર (૭) નિમેષભાઈ ચમનાજી પરમાર ને જુગાર રમતા રંગે હાથ ઝડપી પાડ્યા હતા, તેમની પાસે થી 6710 રૂપિયા નો રોકડ રકમ કબ્જે લેવામાં આવી હતી અને તમામ લોકો સામે જુગારધારા ની કલમ નોંધી પોલીસે આગળ ની તપાસ હાથ ધરી છે.

રિપોર્ટર : પ્રદિપસિંહ વાઘેલા, દિયોદર

Related posts

Leave a Comment