વાવ તાલુકાના લાલપુરા ગામે પીવાના પાણીના કાળા કુકવા

હિન્દ ન્યુઝ, લાલપુરા 

   જિલ્લાના સરહદી વાવ તાલુકાના લાલપુરા ગામમાં છેલ્લા ચાર દિવસથી પીવાના પાણી માટે ગ્રામજનો વલખા મારી રહ્યા છે. સરહદી વાવ તાલુકાના લાલપુરા ગામે પીવાનું પાણી ન આવતાં પાણી માટે ગામથી આશરે એક કિલોમીટર જેટલું દૂર બોરવેલ ઉપર પાણી ભરવા માટે જવું પડે છે અને ત્યાં પણ પાણી ન મળતાં મહિલાઓને આમતેમ ભટકવું પડે છે. પાણી એ આપણો પ્રાણ પ્રશ્ન છે. ‘જળ એજ જીવન’ જળ સિવાય માનવ જીવન શક્ય નથી. છેલ્લા 4 દિવસથી પીવાનું પાણી ન મળતાં પશુઓને પીવાના પાણીના અવાડા પણ ખાલી પડ્યા છે આ અંગે પાણી પુરવઠા વિભાગ ને સરપંચ પુત્ર વિરચંદ ભાઈ ઠાકોરે વારંવાર રજૂઆતો કરવા છતાં પણ આ પાણીનો પ્રાણ પ્રશ્ન હલ થયો નથી, તો આ અમારી રજૂઆત મિડીયાના માધ્યમથી વિનંતી કરીએ છીએ કે પાણી પુરવઠા વિભાગ ના જવાબદાર અધિકારીઓ અમારી માંગણી ધ્યાને લઈ તાત્કાલિક પીવા માટેનું પાણી ચાલુ કરવામાં આવે એવી લોક લાગણી ગ્રામજનોવ્યક્ત કરી રહ્યા છે.

અહેવાલ : વેરસીભાઈ રાઠોડ, સુઈગામ

Related posts

Leave a Comment