હિન્દ ન્યુઝ, ગીર-સોમનાથ
સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગ ભારત સરકાર દ્રારા “નશા મુકત ભારત અભિયાન” ની શરૂઆત કરવામાં આવેલ છે. આ અભિયાનના ભાગરૂપે ૨૬મી જુન, ડ્રગ્સના દુરૂપયોગઅને અવૈધ તસ્કરી વિરુધ્ધના આંતરરાષ્ટ્રીય દિવસની ઉજવણીના ભાગરૂપે તા.૨૫-૦૬-૨૦૨૧ ના રોજ જિલ્લા સમાજ સુરક્ષા કચેરી, ગીર સોમનાથ અને સરગમ યુવા મંડળ, દિવના સંયુકત ઉપક્રમે તાલીમી વેબીનારનું આયોજન કરવામાં આવ્યું. જેમાં લોકોને અને ખાસ કરીને યુવાનોમાં અત્રેના ગીર સોમનાથ જિલ્લામાં ડ્રગ્સના દુરૂપયોગ, નશાયુકત પદાર્થો અને કેફી દ્રવ્યોના દુરઉપયોગ અટકાવવા તેની માંગ ઘટાડવા તેમજ તેનાથી ઉદભવતી સામાજીક સમસ્યાઓ અંગે યોગ્ય પ્રસાર-પ્રચાર કરવા અને જાગ્રતિ ફેલાવવાની વિભાગ અને જિલ્લા કચેરીઓ દ્રારા કરવામાં આવતા પ્રયત્નોની વાત જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી એચ.આર.મૌર્ય દ્રારા કરવામાં આવી હતી. ઉપરાંત સુરતથી ડો.પરાગ શાહ (એમ.ડી.સાયકયાટ્રીકસ) વિષય અનુરૂપ વેબીનારમાં જોડાયેલા તમામને યોગ્ય માહિતી અને મુંજવતા પ્રશ્નોના સંતોષકારક જવાબો આપેલ.
આ વેબીનારમાં જિલ્લા બાળ સુરક્ષા અધિકારી પી.આર.પરમાર, સ્વૈચ્છિક ભિક્ષુક ગૃહનાસુપ્રિન્ટેન્ડન્ટ પ્રતાપ રાઠોડ, અંધ-અપંગ સહકાર કેન્દ્રના કેશુભાઇ વાળા ઉપરાંત સ્વૈચ્છિક સંસ્થાના પ્રતિનિધીઓ અને ગ્રામ પંચાયતના પ્રતિનિધીઓ તેમજ ડીએડીકશન સેન્ટર દીવ અને જિલ્લા કચેરીઓના કર્મચારી સ્ટાફ હાજર રહયા હતા. સમગ્ર વેબીનારનું સંચાલન વિનોદભાઇ જેઠવા સરગમ યુવા મંડળ દ્રારા કરવામાં આવેલું એમ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી એચ.આર.મૌર્ય ની યાદીમાં જણાવાયું છે.